________________
પત્રાંક–૩૭૩
૫૦૩ ઉદય છે, એક જ ખાતાની રકમ છે. એમાં ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે....... બીજાને એમ લાગે કે શાસનના કામ કરે છે. ગુરુદેવ' પ્રવચન આપે છે, શાસન ચલાવે છે, કેટલું શાસન ફલ્યું ફૂલ્યું ! અંદરમાં કાંઈ લેવા કે દેવા, અડે કે આભડે. કેટલા છેય રહ્યા હોય છે એ પોતે જ જાણતા હોય છે.
મુમુક્ષુ :- એક જ્ઞાની પણ બીજા જ્ઞાનીના સમાગમની ભાવના ભાવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. રાખે જ છે. ચોક્કસ રાખે છે. પોતે તો ખૂબ ભાવના ભાવી છે. “શ્રીમદ્જીએ આટલી ઉત્કૃષ્ટ દશા છે તોપણ ભાવના ભાવી છે. “સોગાનીજીને આંસુ પડતા હતા. અનુકૂળતા સંયોગોની નહોતી તો આંસુ પડતા હતા. જ્ઞાની હતા કે નહિ ? ભાવના ભાવે છે, ચોક્કસ ભાવે છે.
તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. બે લીટીમાં બહુ સારી વાત લીધી છે. જ્ઞાનીનો દેહ વિદ્યમાન છે. વિદ્યમાન વર્તે એના બે પડખા છે. એક પૂર્વકર્મનો હિસાબ પૂરો કરવો. બીજું, બીજા જીવોને એ કલ્યાણમાં નિમિત્ત થાય છે.
પ્રશ્ન :- જ્ઞાની પૂર્વકર્મનો હિસાબ કેવી રીતે પૂરો કરે છે ?
સમાધાન – ભિન્ન રહે છે એટલે. એમાં તન્મય થતા નથી એટલે ખરી જાય છે. નવો બંધ નથી. બીજાને ઉદય તો બધાને આવે છે. પણ બીજા છે એ એની અંદર તન્મય થાય છે, ઓતપ્રોત થાય છે. ઉદયને આત્મસાત કરે છે એટલે નવા કર્મ બાંધે છે. ખરે છે એથી જાજા બાંધે છે. આને ત્વજ્ઞાનીને) નિર્જરી જાય છે. જે અલ્પ માત્રામાં બંધાય છે એ તો નગણ્ય છે. એટલા બધા અલ્પ છે કે કોઈ પ્રણના કરવાની જરૂર નથી.
મુમુક્ષુ :- જ્ઞાની બંનેમાં ઉદાસ છે.
પૂજ્ય ભાઈશ્રી - જ્ઞાની બંનેમાં ઉદાસ છે. કેમકે બંને ઉદય છે ને. એટલે એમાં પણ એ ઉદાસ છે. અંતરથી ઉદાસ છે.
પ્રશ્ન :- જીવોના કલ્યાણનો પણ ઉદય છે ?
સમાધાન :- હા, એ પણ ઉદય જ છે, બીજું શું છે ? એ અનઉદય થોડો છે કાંઈ ? એ પણ ઉદય જ છે. પણ એમાં ફેર દેખાય. બીજા જીવોનું કલ્યાણ હોય ત્યાં જ્ઞાની થોડો રસ લેતા હોય એવું દેખાય, પણ અંતરથી ઉદાસ છે. એ રાખીને