________________
પત્રાંક ૩૦૩
૧૦૧
મિથ્યાત્વ થવાનો અવકાશ છે, એ યોગ્યતા હજી એણે રાખી છે. એને ક્ષાયિકમાં આવવું રહ્યું. નહિતર જ્યાં સુધી ક્ષયોપશમ છે ત્યાં સુધી માથે લટકતી તલવાર છે, જોખમ છે. એવી યોગ્યતા એની રહી જાય છે. ઉદયમાનભાવ ભલે ન હોય તો અહીંયાં જેમ સત્તામાં છે એમ યોગ્યતા પણ સત્તામાં રહી જાય છે. એની સત્તામાં એ કર્મ છે, એની સત્તામાં યોગ્યતા છે. દ્રવ્યકર્મની સત્તામાં કર્મ છે, આત્માના ભાવમાં એની યોગ્યતા રહેલી છે, એ વાત નિશ્ચિત છે.
પ્રશ્ન :- યોગ્યતામાં તો મિથ્યાદર્શન છે તો એ વખતે સમ્યક્દર્શન કેવી રીતે
થાય ?
સમાધાન :- સમ્યગ્દર્શન ક૨વાનો તો એનો સ્વભાવ જ છે, એ તો એનો સ્વભાવ છે. પણ એનો ભય ક્યાં રાખવાનો છે ? એનો ભય રાખવાની થોડી જરૂર છે ? જે જીવને નુકસાન કરે છે, દુઃખદાયક છે; માણસ કહે છે ને કે સર્પ છે એ દરમાં ગરેલો છે. ઘરમાં દર પાડી દીધું હોય અને એમાં રહેતો હોય. કોઈવાર તમે જોઈએ ગયા. તો કહે અરે ! ઘરમાં સર્પ ફરે છે ! એ ભાગીને પાછો દરમાં ગી ગયો. તમે ગોતો, મળતો નથી. હવે ગોતતા ગોતતા દર જડ્યું, ઠીક, આ તો દરમાં ગયો છે એટલે જડતો નથી, દેખાતો નથી. તો ભય તો વાંધો નથી એમ કોઈ રહેશે ? સર્પ દરમાં છે એટલે કોઈ સૂઈ જાય તો ? એ તો કાંઈ યોગ્ય નથી. એવી રીતે નિર્ભય થવું તે યોગ્ય નથી. એમ કર્મ સત્તામાં છે ને અમારે ક્યાં હજી ઉદયમાં આવ્યા છે ? પણ કર્મ સત્તામાં છે અને ઉદયમાં નથી આવ્યા પણ તારી યોગ્યતા ઊભી છે એનો અર્થ બીજી બાજુ એમ થાય છે. એ યોગ્યતાને તું ટાળ.
છે
એનો છે ને ? દરમાં છે એટલે આપણે વાંધો નથી. એમ કરીને
નિર્જરા અધિકાર’ માં એ વિષય લીધો છે કે બુદ્ધિપૂર્વકના અને અબુદ્ધિપૂર્વકના બંને પ્રકારના વિભાવને ટાળવા માટે સ્વશક્તિ, નિજ શક્તિને સ્પર્શવું. સ્વશક્તિમ્ પ્રશન્ બનતા સુધી નિર્જરા અધિકાર’ માં નથી, પુણ્ય-પાપ અધિકાર’ માં છે. ૧૧૬ નંબર છે કે ૧૧૦ છે, બેમાંથી એક કળશ છે પણ ‘રાજમલજીએ બહુ સરસ લખ્યું છે. અહીંયાં કહે છે કે મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે,... એક તો પૂર્વ પ્રારબ્ધ એટલે પૂર્વકર્મો ભોગવવાને અર્થે અને બીજો જીવોના કલ્યાણને અર્થે;...' ઠીક ! બહુ સારું પડખું લીધું છે. એક તો જીવોના કલ્યાણમાં એમની પ્રવૃત્તિ