________________
૫૦૭
પત્રાંક-૩૭૩
મુમુક્ષુ :- એ આપણા મંદિરમાં જ ચર્ચા થયેલી... - પૂજ્ય ભાઈશ્રી :- હા, થઈ હશે, ચર્ચા ઘણી થતી. એવી ચર્ચા બહુ થતી. અત્યારે તો ગુરુદેવ’ ગયા પછી પરિસ્થિતિ ઘણી ફેરફાર થઈ ગઈ. કોઈ વાતમાં શંકા ન પડે. ક્યાંય શંકા ન પડવી જોઈએ. | મુમુક્ષુ :- ધાકડે ધાકડ શબ્દનો આ અર્થ છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ અર્થ છે, એ અર્થ છે. મુમુક્ષુ – એવો પ્રસંગ આવે ત્યારે એમ થાય કે ગુરુદેવને શું થઈ ગયું છે
પૂજ્ય ભાઈશ્રી - એટલે અહીંયાં શ્રીમદ્જી એમ કહે છે કે તું એમ વિચારજે કે તને શું થયું છે ? તું તારો વિચાર કરજે કે તને શું થઈ ગયું છે ? એનો વિચાર કરજે.
એટલે એમ કહે છે કે જો એવો તને વિકલ્પ થાય તો ભ્રાંતિ વડે એમ થઈ ગયું છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા. હો તો.... એવું જે અમારું વચન કદાચ તમને ન બેસતું હોય તો. કોઈ વાત જ્ઞાનીની એવી હોય કે સીધી બુદ્ધિમાં બેસે જ નહિ. બુદ્ધિ એની સાથે અથડાય. આ વાત બુદ્ધિમાં બેસતી નથી. ત્યારે મુમુક્ષુએ શું કરવું ? આ પ્રશ્ન ઊભો થાય છે.
મુમુક્ષુ - અર્પણતા જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી - એની અર્પણતા જોઈએ. કાંઈક મારી બુદ્ધિ, મારી સમજણ ટૂંકી પડે છે. બસ ! આટલું એને સમજવું જોઈએ. એટલે એ સમજવાના પ્રયત્નમાં ધીરજથી, એ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે, અસાધારણ ધીરજ વડે વિચારવા ધારતા હો તો. લખવાને ઇચ્છા થાય છે. તમારી જો આટલી તૈયારી હોય તો લખવાની ઇચ્છા થાય છે. લખીએ એક વાક્ય તમને પણ તમારી આટલી તૈયારી હોય તો. નહિતર અમારે સોનાની જાળ પાણીમાં નાખવાની જરૂર નથી. તમારી તૈયારી છે ? એ લેશે, ૬૦૯માં એ વાત લીધી છે. સર્વાણિબુદ્ધિ ૬૦૯માં. ૬૦૯ કાઢો.
મુમુક્ષુ કેવો હોય ? એ વાત એમણે લીધી છે. ૬૦૯ આખો પત્ર બહુ સરસ છે. અપૂર્વભક્તિ શબ્દ લીધો છે. “અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિવણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સવપિણપણે ઉપાસવો યોગ્ય છેશું ઉપાસવા યોગ્ય છે એમ નહિ. સર્વાણિપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ