________________
૫૧૦
રાજહૃદય ભાગ-૫
પૂજ્ય ભાઈશ્રી :- હા. ચર્ચામાં એ વિષય છે. પોતે જામીન થાય છે—મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. તારો મોક્ષ Reserve. એક સત્પુરુષને શોધ, બીજું રહેવા દે. બીજું કાંઈ કરમાં તું. ઘણું ધ્યાન ખેંચ્યું છે. અસાધારણ રીતે ધ્યાન ખેંચ્યું છે.
એટલે (કહે છે), જો આટલી જો તમારી તૈયારી હોય તો લખવાની ઇચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે...' તમારો સત્પુરુષના વિષયમાં, સત્પુરુષના વચનના વિષયમાં તમારો નિશ્ચય, તમારો નિર્ણય કેટલો દૃઢ છે તે વિષે આથી વધારે લખવું, આથી વિશેષપણે લખવું અગત્ય જેવું લાગે છે. એ અમને આના ઉપર હજી ઘણું વજન છે, એમ કહે છે. તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી...' લાંબું લાંબું લખીએ એટલો અમારા ચિત્તમાં અવકાશ નથી. પાછો વળી જાય છે, ઉપયોગ પાછો વળી જાય છે. એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો.' એમાં ઘણું બળ છે. એમાં ઘણું વજન છે એમ તમે માનશો. મુમુક્ષુ :આટલું સત્પુરુષને વિષે લખ્યું છે તોપણ ઓછું લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, પોતાને ઓછું પડે છે. પોતાને ઓછું પડે છે. નહિતર ગ્રંથનું નામ જ સત્સંગ' આપવાની જરૂર છે). સત્સંગ મહિમા' સત્સંગનું મહત્ત્વ શું છે એટલું જો આ Title આપ્યું હોત તો સાર્થક હતું. કેમકે આખો ગ્રંથ જ એના ઉપર છે એમ કહીએ તો ચાલે. એકે એક પત્રમાં લગભગ એમણે એ વાત લીધી. છે અને પરમ સત્ય છે, એમાં કોઈ ફેરફાર નથી–પરમ સત્ય છે.
મુમુક્ષુ :– અમારા ભાગ્યે આટલું સ્પષ્ટીકરણ આવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- સ્પષ્ટીકરણ તો છે એવી વસ્તુ પડી છે કે નહિ, સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે;... સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે;..' ઉપાધિમાં કાંઈ રહેવા જેવું નથી. તથાપિ એક અપેક્ષા લીધી છે. તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય,...' તો. નહિતર અમે નિવૃત્તિને પણ બોધતા નથી. એ પહેલાં નિવૃત્તિને બોધતા નથી. જુઓ ! એમનું વજન ! કેમ ? કે જીવો નિવૃત્તિ લઈને પાછો પોતાના પગ ઉપર જ કુહાડો મારે છે. એક માણસ નવરો પડ્યો તો ચપ્પુ લઈને પાટલો છોલવા માંડ્યો. ભાઈ ! ચપ્પુથી પાટલો ન છોલાય. ચપ્પુ ને પાટલો બન્ને ખરાબ થઈ જશે. શાક સુધારવાની ચીજથી લાકડું થોડું કપાય છે ? એમ નવરો પડે અને જો સત્સંગ ઉપ૨