________________
પત્રાંક-૩૭૭ એનું વજન ન હોય તો એ પાછી બીજી ગડબડ કર્યા વિના રહેવાનો નથી. એવી ગડબડ થશે.
સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય... ઉપાધિયોગ પણ કે આમાંથી નિવૃત્તિ લેવી છે. સત્સંગ માટે મારે નિવૃત્તિ લેવી છે. આ ઉપાધી પૂરી કરી નાખવી છે. તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે.' તો એની ઉપાધિને પણ, પ્રવૃત્તિને પણ અમે સંમત કરીએ છીએ. જો સત્સંગના હેતુથી કેમ ? કે બીજાના ઉપર બોજો નાખવાનો પ્રશ્ન નથી. એ તો જિનમાર્ગમાં એ પ્રકાર પહેલેથી છેલ્લે સુધી છે જ નહિ. જ્યાં સુધી પોતાનો રાગ છે ત્યાં સુધી એને પ્રવૃત્તિ માન્ય કરી છે. નિવૃત્તિ સર્વથા પ્રાપ્ત કરવા જેવી છે. સર્વ પ્રકારે નિવૃત્તિ તો જીવને અનુકૂળ જ છે તોપણ પોતાનો રાગ છે ત્યાં સુધી કિચિત્ પ્રવૃત્તિ કરે પણ એમાં સત્સંગનો એનો ધ્યેય ને હેતુ હોય, લક્ષ હોય તો એવી પ્રવૃત્તિને અમે માન્ય કરીએ છીએ, એ ઉપાધિને અમે માન્ય કરીએ છીએ.
મુમુક્ષુ - સર્વ પ્રથમ આ પ્રવૃત્તિ કરે છે તેના કરતા આ પ્રવૃત્તિમાં આવવું– એટલે સત્સંગમાં
પૂજ્ય ભાઈશ્રી :- માનો કે પ્રવૃત્તિ કરવી પડતી હોય. આમ તો જીવને આ કામ માટે નિવૃત્તિ અનુકૂળ છે, પ્રવૃત્તિ બાધક થાય છે. કેમકે એમાં પ્રવૃત્તિને યોગ્ય અનેક પ્રકારના તીવ્ર રાગના પરિણામ પણ જીવ કરે છે, પણ સત્સંગને અર્થે હોય તો એની પ્રવૃત્તિ અને માન્ય કરીએ છીએ. સત્સંગનું લક્ષ હોય તો એ પ્રવૃત્તિને અમે 'માન્ય કરીએ છીએ, એની નિવૃત્તિને પણ માન્ય કરીએ છીએ. પ્રવૃત્તિ, નિવૃત્તિ ગૌણ
છે સત્સંગનું લક્ષ મુખ્ય છે અને એ ધ્રુવ છે એમ કહેવું છે. ૩૭૩ (પત્ર પૂરો) થયો. ટાઇમ થયો છે.