________________
પત્રક-૩૭૩
૫૦૯ ભાવના અને જિજ્ઞાસા થાય એ જ એનો વ્યવહાર. કેમકે સમ્યગ્દર્શન થયા પછી તો અવિરતિ છે હજી તો. તો આ તો સમ્યગ્દર્શન પહેલાં તો એ પ્રશ્ન જ ક્યાં વિચારવાનો રહે છે ?
મુમુક્ષુ - છ આવશ્યક, પૂજા-ભક્તિ યાત્રા ક્યાંય કોઈ વ્યવહાર
પૂજ્ય ભાઈશ્રી - પ્રશ્ન જ નથી. એ તો શું છે, વ્યવહાર તો કષાય મંદતાને લોકો વ્યવહાર કહે છે. તો મંદ કષાય કારણ અને ધર્મ-કષાયનો અભાવ એનું કાર્ય એમ નથી. કેમકે અનંતવાર મંદકષાય થયો છે.
મુમુક્ષુ - સપુરુષ પ્રત્યે સવપણ આ જ મુમુક્ષુનો વ્યવહાર છે, બીજો કોઈ એનો વ્યવહાર નથી.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ જ એનો વ્યવહાર. એનો પૂરેપૂરો એ વ્યવહાર. સંપૂર્ણ વ્યવહાર થઈ ગયો. સવર્પણબુદ્ધિએ સત્પરષના ચરણમાં રહેવું એ એનો સર્વોત્કૃષ્ટ વ્યવહાર છે. એટલે પછી વ્યવહારની કોઈ જરૂર નથી.
મુમુક્ષુ :- આ એક જ ઘોડા ઉપર સવાર થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી - બસ ! એક ઘોડા ઉપર સવાર થઈ જાય એટલે બેડો પાર છે. એ તો કહ્યું નહિ ગુરુદેવે ? વળગીને રહે તો બેડો પાર છે. એમાં શું કરવા કહે છે ? પોતાને માટે ન બોલ્યા. પોતાને માટે ન બોલ્યા પણ પૂજ્ય બહેનશ્રી માટે કેમ ન બોલ્યા ? પોતાને માટે બોલે તો અનર્થ થાય, કોઈ અનર્થ કરે. જે વાત આવી ત્યારે, પ્રસંગ આવ્યો ત્યારે બરાબર એમણે એ વાત કરી.
મુમુક્ષુ - પોતાની માટે નથી બોલ્યા બીજા જીવોના કલ્યાણ માટે બોલ્યા છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો એમની સર્વ વર્તના જ જીવોના કલ્યાણ માટે છે. મુમુક્ષુ :- ૧૪૩ નંબરનો પત્ર બહુ સરસ છે.
પૂજ્ય ભાઈશ્રી :- ૧૪૩. કોઈ એક સત્યરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ દ્ધા રાખો. એ તો આગળ કહી ગયા ને ! એક સપુરુષને શોધો, બીજું કાંઈ શોધમા એક પુરુષને શોધ. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. જામીનગીરી આપી છે. જામીન થયા છે મોક્ષના ! તમારા મોક્ષના એ પોતે જામીન થવા તૈયાર થયા છે. આ જમાનામાં કોઈ જામીન નથી થાતું. થાય ?
મુમુક્ષુ :- સોનગઢની ત્રીસ તારીખની ચર્ચામાં આવ્યું છે.