________________
૫૦૮
ચજદય ભાગ-૫
થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. એ વાત એમણે આગળ પણ કરી છે. લલ્લુજીનો જે ૩૭૫મો પત્ર છે એમાં એક વાત કરી છે. ૩૩૨માં પાને જે બીજો પેરેગ્રાફ છે એમાં એ વાત કરી છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. અને તે સત્સંગમાં નિરતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચાર...' એટલે નુકસાન વિચારવું. “એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાત અનુભવમાં આણવા જેવી છે. બહુ બહુ કરીને વિચારવા જેવી છે એમ નથી કીધું. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.”
- મુમુક્ષુ :- ૬૦૯માં દેહત્યાગ કરવાનો પ્રસંગ આવે તોપણ સત્સંગ ગૌણ ન કરવો એમ લખ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમાં દેહત્યાગ કરવાનો પ્રસંગ હોય તોપણ સત્સંગને ગૌણ ન કરવો. પણ અહીંયાં એમણે એક વાત એ લીધી છે કે અમને ભૂતકાળ યાદ આવે છે. આમાં જ છે.
વ્યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિયોગે વિષમતા. આવતી નથી.' છે એમાં જ પણ યાદ નહોતું ક્યાં છે ? “કંટાળો અત્યંત આવી જતાં છતાં ઉપશમનું સમાધિને યથારૂપ રહેવું થાય છે; તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્યા કરે છે. પોતાને. “સત્સંગનું અત્યંત માહા પૂર્વભવે વેદન કર્યું છે. પૂર્વભવે વિચાર્યું છે એમ નથી લીધું. સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગાણે તે ભાવના હુરિત રહ્યા કરે છે. આટલી વાત એમણે કરી છે). આત્મસાક્ષાત્કાર જે લખ્યો છે એનું કારણ આ છે કે પોતાને પૂર્વભવથી આ વિષયનું રહસ્ય અનુભવગોચર થઈ ગયું છે અને એ એમને સ્મૃતિમાં આવે છે એટલે મુમુક્ષુને એ વારંવાર એ બાજુ ખેંચે છે, દોરે છે.
મુમુક્ષુ :- આ શ્રીમદ્જીના પત્રો છે તે “ગુરુદેવના વચનની મહાન સિદ્ધિ છે. કારણ કે છ આવશ્યક પ્રતિક્રમણ-પૂજા-ભક્તિ, યાત્રા-કાંઈ ગાયુ નથી. એકેય વ્યવહાર વગર સીધા આત્મા સુધી પહોંચી ગયા છે.
પૂજ્ય ભાઈશ્રી - એનો મુખ્ય વ્યવહાર જ એ. એ સત્સંગમાં જાય એ જ એનો મુખ્ય વ્યવહાર. સત્પરુષની સમીપ જાય એ જ એનો વ્યવહાર અને આત્મપ્રાપ્તિની