________________
૫૦૨
જહૃદય ભાગ-૫ નિમિત્ત પડે છે. એમની મુખમુદ્રાથી માંડીને મૌન મુખમુદ્રાથી માંડીને એમના વાણી આદિનો જે કાંઈ વ્યવહાર છે, જે કાંઈ પ્રવૃત્તિ છે એ બધી બીજા જીવોને કલ્યાણમાં નિમિત્ત પડે છે. એટલે મહાત્માનો દેહ જે વિદ્યમાન વર્તે. આપણે શું કરીએ છીએ જન્મજયંતિ હોય ત્યારે ? કે આપ તો શાશ્વત છો, આપનો આત્મા તો શાશ્વત છે. એ તો આપને અનુભવગોચર છે પણ આપનો દેહ પણ દીર્ઘકાળ સુધી દીઘયપણે રહે એમ ઇચ્છીએ છીએ. એવી ભાવના ભાવે છે ને ! તો એવી જે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે એની પાછળ શું છે કે બીજાના કલ્યાણને અર્થે છે, માટે. એમને દેહની જરૂર નથી. લાંબું આયુષ્ય ભોગવવાની એમને કોઈ જરૂર નથી. એ તો જે આયુષ્ય લઈને આવ્યા છે એટલા આયુષ્યમાં એ હિસાબ-કિતાબ જેટલા થાય એટલા કરી લેશે, પોતાની શક્તિ પ્રમાણે. અને આયુષ્યનો હિસાબકિતાબ પૂરો થઈ જશે. એમને કોઈ વધારે આયુષ્ય હોય તો સારું એવું કાંઈ જ્ઞાનીને હોતું નથી. એટલે એમને જરૂર નથી. જરૂર તો એના નિમિત્તે જેને કલ્યાણ થાય એને છે. એમ છે ખરેખર.
મુમુક્ષુ - આ કલ્યાણના ... મુમુક્ષુને વધારે .
પૂજ્ય ભાઈશ્રી :- હા. મુમુક્ષને જ એવો ભાવ આવે છે કે ધર્માત્માનો દેહ પણ વિદ્યમાન રહે તો અમને લાભનું નિમિત્ત છે. એમ સમજીને એ એમના પ્રત્યે સમર્પણ રાખે છે.
મુમુક્ષુ :- કોઈપણ કારણસર આની ઉપેક્ષા થાય તો કલ્યાણની ઉપેક્ષા થઈ ગઈ. - પૂજ્ય ભાઈશ્રી :- સીધી જ વાત છે. જે કલ્યાણનું નિમિત્ત છે એની ઉપેક્ષા કરો એટલે એમાં કલ્યાણની ઉપેક્ષા થઈ જાય છે. એ તો ઉપર કહ્યું ને ? કે ઉપરનો જે (૩૭૧) પત્ર છે એમાં છેલ્લો પેરેગ્રાફ. (રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયોગ છે.” કોનો ? સત્સંગનો વિયોગ છે, સત્પષનો વિયોગ છે તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાત સત્ય છે....... એ વાત તમારી સાચી છે પણ તમારા માટે બીજી વાત છે એમ લખે છે. તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે...” ક્ષેત્રથી સમીપ ન હોય તો ભાવથી સમીપ જાય છે તો કલ્યાણ છે.' એમ. એ રીતે. એટલે એમાં કલ્યાણનો સીધો સંબંધ છે.
તથાપિ બન્નેમાં તે ઉદાસપણે...” જ્ઞાની તો એ બંનેમાં–પૂર્વકર્મના ઉદયમાં પણ ઉદાસ છે અને બીજાનું કલ્યાણ થાય એમાં પણ ઉદાસ છે. કેમકે એને તો બને