________________
૪૯૮
ચજહૃદય ભાગરૂપ
જીવ બીજી બધી ઘણી રીત કરે છે. શાસ્ત્ર વાંચે, સાંભળે, વિચારે, લખે, ચર્ચા કરે અને એ સિવાય પણ પૂજા-ભક્તિ અને અનેક પ્રકારના બીજા બાહ્ય કાર્યો પણ કરે, પણ આ જે રીત કરવાની છે એ રીત કરતો નથી એ સિવાયની બીજી રીત બધી કરે છે. અને સંતોષ પણ કાંઈક પકડે છે, ચાલો મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. એ તો કોઈ રીત છે નહિ. જે રીતે કામ થતું નથી એ રીતે કામ કરવા માગે તો બીજી રીતે તો કામ થવાનું નથી. આ તો વિજ્ઞાન છે. શીરો શીરાની રીતે જ થાય. એમાં ઘીમાં જ લોટને શેકવો પડે, પાણીમાં લોટને શેકાય નહિ અને કોરો લોટ પણ શેકાય નહિ, શેક્યા વગર પાણી ભેળવાય નહિ. જે રીતે થતું હોય એ રીતે જ કામ તો થાય, બીજી રીતે તો વિજ્ઞાનમાં તો કામ થતું નથી.
મુમુક્ષુ :– સંયોગ સાથે એકત્વબુદ્ધિ તોડતો નથી અને કકળાટ કરે એ કાંઈ... પૂજ્ય ભાઈશ્રી :- અચ્છા. જ્યારે પોતાને એકત્વ થાય અને દુઃખ થાય... ભાઈનો તો એમ પ્રશ્ન છે કે દુઃખની જ ખબર નથી પડતી. જ્યારે ઘરે પ્રસંગ હોય છે ત્યારે સંયોગમાં એવી હોંશ ચડે છે, સંયોગમાં વૃદ્ધિ થાય, પૈસા વધે, કુટુંબ વધે ત્યારે રસ ચડે, હોંશ ચડે. હવે એ વખતે જીવને દુઃખ વર્તે છે પણ એ દુઃખ તો લાગતું નથી. અનુકૂળતના રસમાં દુઃખ લાગતું નથી. પ્રતિકૂળતા, જ્યાં એની કલ્પના પ્રમાણે પ્રતિકૂળતા છે, ખરેખર નથી, પણ એની કલ્પના પ્રમાણે પ્રતિકૂળતા છે એને માટે ખરેખર છે ત્યારે એને દુઃખ લાગે છે. એટલો જ સુખ-દુઃખનો ટૂંકો હિસાબ ગણે છે. પણ ખરેખર તો બન્ને અવસ્થામાં જીવ દુ:ખી છે અને એ ક્યારે ખબર પડે ? કે એનું અવલોકન હોય ત્યારે ખબર પડે. નહિતર ખબર ન પડે.
મુમુક્ષુ :– એટલે જ્યારે પ્રસંગ આવે ત્યારે
પૂજ્ય ભાઈશ્રી :– પહેલેથી જ ચેતી જાય, પહેલેથી જ ચેતી જાય કે આ એક પ્રસંગ આવી રહ્યો છે, આપણે ઊલજીને, રસ લઈને અંદર ડૂબવું નથી. તો પહેલેથી જ ચેતી જાય. તો પછી બરાબર એ વખતની પરિસ્થિતિ વખતે ઉદય વખતે જાગૃતિ આવી. જાય.
અહીંયાં એમ કહેવું છે કે ઘણા કાળના બોધ જે વાત સમજાય છે એટલે કે ભેદશાનના પ્રયોગથી જ્યારે એ વાત, ઘણા પ્રયોગની ઘણી Practice થઈ ગઈ હોય ત્યારે એને એ વાત સમજાય છે ત્યારે એનું મન વશ વર્તે છે. એટલું ભેદજ્ઞાનનું