________________
૪૯૬
રાજહૃદય ભાગ-૫ સમાધાન – દ્રવ્ય મનનું તો અવલંબન હોય જ. ભાવમન પ્રવૃત્તિ કરે ત્યારે સહેજે દ્રવ્યમનનું અવલંબન હોય છે. ભલે દેખાતું નથી પણ દ્રવ્યમનના અવલંબન વિના ભાવમનનો પર્યાય વર્તતો નથી. જે કાંઈ બાહ્યપદાર્થો વિષે મન લાગે છે ત્યારે દ્રવ્યમાન Through-એની મારફત એ ઉપયોગ ચાલે છે. જેમ જુએ છે ત્યારે આંખની મારફત જોવાનો ઉપયોગ જાય છે, સાંભળે છે ત્યારે કાનની મારફત એ ઉપયોગ બહાર જાય છે. એમ મનની મારફત જ એ ભાવમન કામ કરે છે.
મુમુક્ષુ :- ભાવમન દ્રવ્યમનનું અવલંબન લઈને પ્રવર્તે છે ?
પૂજ્ય ભાઈશ્રી :- એટલે છે કે જીવને પોતાને તો ખબર નથી. અતીન્દ્રિય પદાર્થ પોતે છે એનાથી પોતે અજાણ છે. અને હું મનુષ્ય છું એટલે શરીરવાળો અને ઈન્દ્રિયવાળો છું એ તો અભિપ્રાય લઈને બેઠો છે, એ માન્યતા લઈને બેઠો છે. એટલે એને અનુસરીને એના આધારે જ પરિણમન કરતો રહે છે અને કરે જાય છે. બસ! સહજે સહેજે. પણ એમાં જીવ દુઃખી ઘણો છે એમ કહેવું છે. અને એ જો દુઃખનો ઉપાય ન કરે તો આ ઘર કરી ગયેલો રોગ બહુ મોટા દુઃખની ખીણમાં જીવને ખેંચી જાય છે.
આ મનુષ્યભવમાં હજી એટલા બધા દુઃખ નથી પણ પછી અહીંયાં ચૂકી ગયા પછી એટલું મોટું અંધારું છે કે વંટોળિયામાં તણખલો ક્યાં ઊડે છે એનો પત્તો નથી. એમ સંસારના વંટોળિયામાં નજરે જોઈએ છીએ, જેટલા દેખાય છે એવા પ્રાણીઓ, જીવ-જંતુઓ ક્યાં ક્યાં કોણ કોણ પડ્યા છે કોને ખબર છે? કોણ ક્યાં ક્યાં પડવા છે કોને ખબર છે ? એવી પરિસ્થિતિ ખરાબ છે. ત્યાં કોઈ સૂધબૂધ નથી, સૂઝ નથી, જ્ઞાન બિડાઈ ગયું છે, કોઈ વિચારશક્તિ નથી. કોઈ આત્મહિતનો વિવેક કરે એવી પરિસ્થિતિ નથી). મોટાભાગના પ્રાણીઓને તો મન નથી. સંજ્ઞી પંચેન્દ્રિય થોડા છે. એથી વધારે ચૌરેન્દ્રિય, એથી વધારે ત્રણેન્દ્રિય, એથી વધારે બેઇન્દ્રિય અને એકેન્દ્રિય તો અનંત અનંત એકેન્દ્રિય છે. એટલા બધા પ્રાણીઓ છે. અહીંયાં ચૂક્યો એટલે ખલાસ છે વાત.
મુમુક્ષ :- પ્રશ્ન એ હતો કે ખળભળાટ થાય ત્યારે કરવું શું ?
પૂજ્ય ભાઈશ્રી - હા, પહેલાં સ્વરૂપને ઓળખવું અથવા ઓળખવા માટે પણ ભેદજ્ઞાન કરવું. અથવા મારું સ્વરૂપ કેવું છે ? આ બધા પ્રકારના ખળભળાટ અને