________________
તા. ૧૩-૧૨-૧૯૮૯, પ્રવચન . ૧૦૪
પત્રાંક – ૩૬૮ થી ૩૭૧
જગતને વિષે ઉદાસીનપણું છે, પોતાના જે ઉદયભાવ છે તે અન્યભાવ છે એના પ્રત્યે પણ ઉદાસીનપણું એટલે નીરસપણું છે અને ઈશ્વર પ્રત્યે ઉદાસીનપણું છે. એ વાત થોડી ચાહીને લખી છે. કેમકે ઈશ્વરના સંબંધમાં “સોભાગભાઈને જે વિચારધારા હતી એ ઠીક કરવાની જરૂર હતી, વ્યવસ્થિત કરવાની જરૂર હતી અને તે પણ એવી રીતે કે એમને ઠેસ ન પહોંચે કેમકે) ઈશ્વરકર્તાની જે શ્રદ્ધા છે, જેને એ શ્રદ્ધા હોય છે એને એ શ્રદ્ધા છોડવી અતિ કઠિન છે. કેમકે એને એક એવું લાગે છે કે ઈશ્વર કાંઈ કરે નહિ અથવા કાંઈ કરવાની એનામાં શક્તિ નથી એવું ઈશ્વરને વિષે માનવું તે એમનું અપમાન છે અને અનાદર છે. એવું લાગે, જેને શ્રદ્ધા હોય એને એવું લાગે. એટલે એ વિષય જરા વધારે એકદમ મૃદુ શૈલીથી એમણે Handle કર્યો છે.
મુમુક્ષુ - બીજા સંપ્રદાયમાં માન્યતા એવી છે કે દેવલોકમાં જે દેવ હોય એને જ ઈશ્વર માનતા હોય.
પૂજ્ય ભાઈશ્રી :- દેવમાં તો એ લોકો બીજા ૩૩ કરોડ દેવતા માને છે. સૂર્યને, ચંદ્રને, વરુણને, પાણીનો દેવ વરુણ છે, અગ્નિદેવ છે. એવા ઘણા દેવ માને છે. એ સિવાય....
મુમુક્ષુ :- આ બ્રહ્મા ને આ બધા...
પૂજ્ય ભાઈશ્રી :- હા, મૂળ એ લોકો ત્રણ દેવ માને છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમાં વિષ્ણુને આખા જગતના સંચાલન કરનારા માને છે. બ્રહ્માને ખાલી ઉત્પત્તિના દેવ માને છે, શંકરને નાશના દેવ માને છે, પણ વિષ્ણુને ખાસ કરીને પાલનપોષણ અને સંચાલન કરવું એ એમના હાથની વાત છે. પણ એમાં વિભિન્ન પ્રકારની માન્યતાઓ છે. ત્યારપછી જે બીજા દેવીઓને માનવા લાગ્યા. બીજા કુળદેવોને, કુળદેવીઓને એ સિવાયના દેવ-દેવીઓને જે માનવા લાગ્યા એ લોકોએ ત્યાં સુધી