________________
૪૮૮
રાજહૃદય ભાગ-૫
છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ છે કર્મ ભોગવવાને અર્થે જીવોના કલ્યાણને અર્થે તથાપિ એ બન્નેમાં છે તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. છે* ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ આ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો છે તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંશા પર ન જતી હોય તો, જાય
તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો; તે વાક્યને ઘણા આ પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, લખવાને ઇચ્છા થાય એ છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય 2 જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું
છે તે પ્રબળપણે માનશો. આ સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જો છે તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય, તેમજ આ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું
શ્રેયસ્કર છે.
૩૭૩મો પત્ર છે એ ધારશીભાઈ તથા “નવલચંદભાઈ ઘણું કરીને “રાજકોટગ્ના ભાઈઓ છે. ધારશીભાઈ તો ઘણું કરીને એમના સગામાં થાય છે. મામા કે એમ કાંઈક. મોસાળ પક્ષમાં કાંઈક થાય છે. ભૂજ છે ? “મોરબીવાળા' નથી, “ભૂજ ના છે. બનતા સુધી એ “રાજકોટ એક વખત ભૂજથી આવેલા છે. શરૂઆતમાં આવેલા છે એ ભાઈઓ લાગે છે. બે ભાઈઓ આવેલા. સાંઢણી ઉપર ઊંટ લઈને. આમની પ્રસિદ્ધિ થઈ તો એમને કાશીમાં ભણવા મોકલીએ. પછી ઠરી ગયા. હવે આમાં ભણવા મોકલવાનું આપણે કારણ નથી. આપણે ભણી લ્યો એની પાસે ભણવું હોય તો,