________________
પાક ૩૦૩
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :- એ તો સમાધાન રાખે કે જે પરિસ્થિતિ છે એ તો પૂર્વકર્મને હિસાબે છે. વર્તમાન તો મારે એક જ કાર્ય કરવા જેવું છે. એમાં સુખ નથી, એમાં દુઃખ નથી. જે પરિસ્થિતિ કોઈની છે એમાં પરિસ્થિતિ પોતે સુખ-દુઃખ છે નહિ. પોતાને જે કાંઈ પરમાર્થની ક્ષતિ છે એના પૂરતું એની ઉપર જ એને વિશેષ લક્ષ હોવું જોઈએ. સંયોગ-વિયોગ ઉપર નહિ. શ્રી..' કરીને એ કાગળ પૂરો કરી નાખ્યો.
...
પત્રાંક
૩૭૩
મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, એવા શ્રી...ના યથા.
-
૪૮૭
મનને લઈને આ બધું છે' એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ મન”, તેને લઈને’, અને આ બધું' અને તેનો નિર્ણય’, એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બોધ જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે.