________________
૪૮૬
ચજહૃદય ભાગ-૫
અથવા મુમુક્ષુ જીવને સત્સંગ એ એક અમૃત છે, એ વાત સોભાગભાઈ’ને તો એટલી બધી ઘરે કરી ગયેલી છે તે લખે છે આપે તે વાત આગળ પણ ઘણા પ્રકારે લખી. છે. પણ તે ઈશ્વરેચ્છાધીન છે.' એ કુદરતને આધીન છે. સંયોગ થવો ન થવો એ કોઈના હાથની બાજી નથી.
જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો... પુરુષાર્થ થાય એ પ્રકારે વર્તો. અને જે સમાગમનની પરમ ઇચ્છા (તીવ્ર ઇચ્છા) તેને વિષે જ અભેદચિંતન રાખો.’ અને એ ભાવના, સત્સંગની ભાવના તો તમે ચાલુ રાખો અને અભેદચિંતન રાખો એટલે ક્ષેત્રે અમે દૂર છીએ, ભાવે દૂર નથી એને અભેદચિંતન કહે છે. કેમકે એવા પાત્ર જીવોને, જ્ઞાનીઓને ક્ષેત્રની અનુકૂળતા થઈ જાય, સંયોગોની અનુકૂળતા થઈ જાય એવું કાંઈ સંભવિત નથી હોતું પણ ભાવથી દૂરપણું નથી રહેતું. ભાવે તો એ બરાબર નજીક જ વર્તે છે, સત્પુરુષની સમીપ જ વર્તે છે. એ જાતનું એનું પરિણામ હોય છે, પરિણમન હોય છે. એ વાત કરી છે.
સમાગમની ૫૨મ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિતલપણું પ્રસંગોપાત્ત આવી જાય એ ખરું છે;..' તમારી ભૂમિકામાં એ બનવાજોગ છે કે તમારી પરિસ્થિતિમાં ક્યારેક આકુળતા કે વિહ્વળપણું થાય છે એ ઠીક છે. તથાપિ ધીરજને વિષે વર્તવું યોગ્ય છે.' એ આકુળતામાં આગળ વધવું તે યોગ્ય નથી. પણ એ આકુળતા શાંત થાય એવી રીતે વર્તવું યોગ્ય છે.
ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી.' કોઈ ઉતાવળ કે આકુળતા કરવાનું કોઈ કારણ નથી. તેમ એવો કોઈ વાસ્તવિક ભય રાખવાનું પણ તમારે કોઈ કારણ નથી. એટલે એવું કાંઈ નહિ બની જાય કે જેથી તમારે ભયનું કોઈ કારણ ઉત્પન્ન થાય. નિર્ભય થઈને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં શાંતિથી, ધીરજથી એ આત્માના પુરુષાર્થ બાજુનો લક્ષ વિશેષ રાખીને વર્તે જાવ. કોઈ ભય વિશેષ રાખવાનું તમને કારણ નથી.
મુમુક્ષુ :- ધીરજ વિષે વર્તવું યોગ્ય છે.
પૂજ્ય ભાઈશ્રી :– ધીરજને વિષે વર્તવું યોગ્ય છે, એટલે કે આ આકુળતા થઈ જાય છે એમાં આકુળતા ન થાય એમ વર્તવું જોઈએ. થોડી શાંતિ રાખવી જોઈએ.