________________
૪૮૪
ચજહૃદય ભાગ-૫ ઊંધું મારે. આ તો નિર્મળ ક્ષયોપશમ છે. એટલે નિર્મળતા બહુ સારી છે. જ્ઞાનમાં મળનો અભાવ થવો, નિર્મળ જ્ઞાન થવું એ તો એક જબરદસ્ત વાત છે.
તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. તમારે કોઈ અધીરજથી કરવાનો સવાલ નથી. ધીરજનો ત્યાગ ન કરશો. તમને જે વિયોગ સાલે છે અને ચિત્ત રહે છે તો અનુક્રમે શાનીના માર્ગમાં પ્રવેશવાનું બની શકશે. શ્રી સ્વરૂપના યથાયોગ્ય.’ નામ નથી લખ્યું. શ્રી સ્વરૂપના યથાયોગ્ય. એ કુંવરજીભાઈ ઉપરનો પત્ર છે. કોઈપણ કક્ષાના મુમુક્ષુ જીવને એમાંથી કાંઈક માલ મળે એવી માર્ગદર્શનની વાત લીધી છે.
મુમુક્ષુ :- ભાવનાની વાત, પરમાર્થની વાત લીધી.
પૂજ્ય ભાઈશ્રી - હા, એ વાત આવી છે. સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. આત્મભાવના–સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. ભાવનો વિના રુચ નથી. ભાવના વિના અવલોકન શરૂ થતું નથી. ભાવના વિના ભેદજ્ઞાન શરૂ થતું નથી. ભાવના વિના મિથ્યાત્વનો અભાવ થતો નથી. એમણે તો વ્રતાદિથી માંડીને સંયમથી માંડીને બધું ભાવનામાં લઈ લીધું છે. સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. આ મુનિરાજ બાર ભાવના ભાવે છે કે નહિ? એ આત્મભાવના જ છે. બાર તો એના ભેદ છે. એક આત્મભાવનાના બાર ભેદ છે. ખરેખર તો એક જ ભાવના છે. એ તો સ્વરૂપ ભાવના જ છે.
મુમુક્ષુ :- “નિર્ભત દર્શનની કેડી' માં આત્મભાવનાનું
પૂજ્ય ભાઈશ્રી :- હા, પહેલી વાત એ જ લીધી છે. નિભત દર્શનની કેડીમાં. પહેલું પ્રકરણ મુમુક્ષુમાં જે મુમુક્ષુની ભાવનાનો વિષય છે એ ઉપર જ છે."
પ્રશ્ન :- ભાવના અને રુચિમાં કાંઈ ફેર છે ?
સમાધાન :- અવિનાભાવી હોય છે. આત્માની ભાવનામાં આત્મચિ સાથે જ હોય છે. આત્મરુચિવાળાને આત્મભાવના હોય છે. રસ, ભાવના, રુચિ બધા અવિનાભાવી પરિણામ છે, સાથે જ રહે છે. પછી જે વિષયમાં હોય એ વિષયમાં સાથે જ રહે છે.