________________
પત્રાંક–૩૭૧
૪૮૭ જે અનુક્રમે આગળ ચાલે અને ઊંધા માર્ગે આડાઅવળા માર્ગે ન ચડે એ સીધી વાત છે. જો જીવ એ પ્રકારે જ્ઞાનીના માર્ગે નથી ચાલતો તો એને જ્ઞાનીપુરુષની ઓળખાણ પણ થઈ નથી.
રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તી રૂડે પ્રકારે એટલે કષાયરસની મંદતા રહે. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયોગ છે. અમારો વિયોગ છે એમ કહે છે. તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાત સત્ય છે....... શું લખે છે ? કે અમને આપનો વિયોગ રહે છે. આપનો વિયોગ નથી રહેતો, એમાં અમારા કલ્યાણનો વિયોગ રહે છે. એ વાત સત્ય છે. સાચી વાત છે તમારી. કેટલી લાયકાત છે લખનારની ! એને સારો Response આપ્યો છે. કુંવરજીભાઈને પત્રો સારા લખ્યા છે. આગળ પણ એમના પત્રો આવી ગયા. - મુમુક્ષુ - સત્સંગનો વિયોગ છે એ પોતાના કલ્યાણનો વિયોગ છે. ' પૂજ્ય ભાઈશ્રી - હા. સત્પરુષનો વિયોગ છે એ અમારા કલ્યાણનો વિયોગ છે એમ લખે છે.
“તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે એ વાત સત્ય છે. તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છેકેમકે સંયોગ-વિયોગ તો એના હાથની. બાજી નથી. એ તો એના પૂર્વકર્મના ઉદયનો સવાલ છે એમાં. એ લાવ્યો લવાય નહિ, ગળ્યો જાય નહિ. પણ જેને સંયોગની ભાવના છે એને વિયોગ રહે તો સ્વાભાવિક રીતે એનું ચિત્ત એ બાજુ વર્તે. તથાપિ જો શાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. વિયોગમાં અકલ્યાણ છે પણ એને વિષે ચિત્ત વર્તે તો કલ્યાણ છે.
મુમુક્ષુ – બહુ સૂક્ષ્મ વાત છે. પૂજ્ય ભાઈશ્રી - બહુ સરસ વાત કરી છે, ઘણી સરસ વાત કરી છે. મુમુક્ષુ – એમનો ક્ષયોપશમ ક્યાં સુધી પહોંચે છે !
પૂજ્ય ભાઈશ્રી :- અનુભવને કોઈ પહોંચે નહિ, ભાઈ ! જીવનમાં અનુભવને કોણ પહોંચે ?
મુમુક્ષુ - અનુભવ સાથે ક્ષયોપશમ, બને વાત છે. પૂજ્ય ભાઈશ્રી - હા, નિર્મળતા ઘણી છે. ક્ષયોપશમ તો ઘણાને હોય છે પણ