________________
પત્રાંક—૩૭૧
૪૮૧
વર્તવાનું ઇચ્છવું.' પોતાના હિતનો ખ્યાલ રાખીને પોતાનો સમય-કિમતી સમય કેટલી ઓછી કિમતમાં વપરાય જાય છે તે સદ્ઉપયોગે, એ સદ્ઉપયોગ કહો, સદ્વિચાર કહો, એ રીતે વર્તવાનું ઇચ્છવું. તે અનુક્રમે બને એવું છે.’ અને એવી રીતે વર્તવાનું લક્ષ હોય તો તે બને તેવું છે.
કોઈ પ્રકારે મનને વિષે સંતાપ પામવા યોગ્ય નથી.' બીજો ખેદ કરવા યોગ્ય નથી. કેમ હજી કાંઈ થતું નથી ? કેમ આત્મલાભ થતો નથી ? એવો સંતાપ કરવા યોગ્ય નથી. પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઇચ્છા રાખવી યોગ્ય છે.’ પુરુષાર્થની આ ભાવના લીધી છે. સહજ પુરુષાર્થ છે. જે ઇચ્છા વિના, વિકલ્પ વિના, અકૃત્રિમપણે સહજ પુરુષાર્થ થાય છે તેનું મૂળ–તેનું બીજ પુરુષાર્થની ભાવનામાં રહેલું છે. ભાવના બહુ મોટી વાત છે ને ! પુરુષાર્થની ભાવનામાં પુરુષાર્થ રહેલો છે, જ્ઞાનની ભાવનામાં જ્ઞાન રહેલું છે. આ કારણમાં કાર્યનો ઉપચાર છે અને આત્મભાવનામાં આત્મા રહેલો છે. આમ ભાવના એ બહુ મોટી વાત છે.
પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઇચ્છા રાખવી યોગ્ય છે; અને પરમ એવું જે બોધસ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિષે મુઝાવુ યોગ્ય નથી.' શું કહે છે ? જેને આત્માની ઓળખાણ છે એને તો પુરુષાર્થ સંબંધીનો અસમાધાન કે મૂંઝવણ થવા યોગ્ય નથી. કેમકે એને તો કેટલોક પુરુષાર્થ સહજપણે શરૂ થઈ જાય છે એટલે એને નિરંતર તેમ વર્ત્યના પુરુષાર્થને વિષે મુંઝાવું યોગ્ય નથી.
;
મુમુક્ષુ :- પરમ એવું જે બોધસ્વરૂપ છે...
...
પૂજ્ય ભાઈશ્રી :- ૫૨મ એવું જે બોધસ્વરૂપ છે એટલે પોતાનું તત્ત્વ, સ્વતત્ત્વ; પરમતત્ત્વ, આત્મસ્વભાવ. તેનું જેને ઓળખાણ છે,' એની જેને ઓળખાણ છે એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યના પુરુષાર્થને વિષે મુઝાવું યોગ્ય નથી. કેમકે એને તો એ મૂંઝવણનો પ્રશ્ન, સમસ્યા થતી નથી. જ્યાં સુધી ઓળખાણ નથી થતી ત્યાં સુધી પુરુષાર્થની ભાવના હોય તોપણ એક સમસ્યા છે કે પુરુષાર્થ કેમ કરવો ? પુરુષાર્થ ક૨વો જોઈએ એવી જે ભાવના છે એમાં કેમ કરવો એ એક સમસ્યા છે. ક્યાં સુધી ? ઓળખાણ નથી ત્યાં સુધી. ઓળખાણ થયા પછી એ જાતની મૂંઝવણ નથી રહેતી. કેમકે પુરુષાર્થની ગતિ શરૂ થાય છે, સહજ પુરુષાર્થ ચાલુ થાય છે અને પુરુષાર્થની