________________
૪૮૦
ચય ભાગ-૫
. “સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે... સામાન્ય રીતે જ્ઞાની ઇચ્છે છે તો મુમુક્ષુ તો ઈચ્છે જ ઇચ્છે એનો કાંઈ પ્રશ્ન રહેતો નથી. એવું જે સત્સંગનું સેવન ઇચ્છે છે એવા મુમુક્ષુ જીવને.... જો એવો સત્સંગનો યોગ ન રહેતો હોય તો એને દઢ ભાવના તો થાય જ કે અરેરે...! મને કોઈ સત્સંગનો યોગ નથી. કોઈ સત્સંગનો. હોય એ જાતની અને તીવ્ર ભાવના, દઢભાવના કહો કે તીવભાવના રહ્યા કરે એ સ્વાભાવિક મુમુક્ષતાની પરિસ્થિતિ છે. મમક્ષમાં સ્વાભાવિકપણે એવા જ પરિણામ થાય.
એ ભાવના રહ્યા કરે ત્યારે પ્રત્યેક કાર્યમાં એ વિચારથી વર્તે. વિચારથી વર્તે એટલે હિત-અહિતનું મુખ્ય લક્ષ રાખીને વર્તે. એમાં પણ પોતાના દોષ છે એ ઘણા એને જોવામાં આવે છે. એટલે પોતાનું લઘુપણું લાગે છે કે અરે...રે...! મારામાં કાંઈ નથી. અરેરે...! મારામાં કાંઈ નથી. હજી તો મને આવા પરિણામ થઈ જાય છે, હજી તો મને આવા પરિણામ થઈ જાય છે. એ પ્રકારે પોતાનું લઘુપણું એને જણાય, માન્ય કરે, સંમત કરે અને જે જે દોષ જોવામાં આવે... જુઓ ! વિચારવામાં આવે એમ નથી લેતા. દોષનો વિચાર નથી કરવો.
જે જે દોષ જોવામાં આવે, જીવ અવલોકનમાં આવ્યો છે. તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી. એને જોવે એટલે માત્ર જોવે એમ નહિ, નિવૃત્તિના હેતુથી, એ દોષ ટાળવાના હેતુથી અવલોકન કરે છે. જોવા જોવામાં આ ફેર છે પાછો. ખાસ દૃષ્ટિકોણ અપનાવીને જોવે છે. એવી રીતે નિવૃત્તિ ઇચ્છી સરળપણે વત્ય કરવું. સર્વ પ્રસંગમાં સરળતાથી વત્ય કરવું. અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય, પરમાર્થભાવનાની ઉન્નતિ થાય, આત્મભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાત. એવો જ્ઞાનલેખ, એવો કોઈ ગ્રંથ એ પ્રકારનું સાહિત્ય એણે અવગાહન કરવું, એવું વિચારવાનું રાખવું તે યોગ્ય છે. ક્યારે ? પ્રત્યક્ષ સંગ ન હોય ત્યારે.
ઉપર જણાવી છે જે વાત, તેને વિષે બાધ કરનાર એવા ઘણા પ્રસંગ તમ જીવોને વર્તે છે, એમ જાણીએ છીએ. હવે સ્પષ્ટ લખ્યું છે. કેટલાક મુમુક્ષુઓ જે પરિચયમાં આવ્યા છે એ સત્સંગને ગૌણ કરે છે. એક થોડુંક પણ કારણ મળી જતા એ કારણની મુખ્યતા આપી દે છે, સત્સંગને ગૌણ કરી નાખે છે. એટલે એ પ્રસંગને બાધ કરનારા પ્રકાર, ઘણા પ્રસંગ તમ જીવોને વિષે વર્તે છે, એમ અમે જાણીએ છીએ.
તથાપિ તે તે બાધ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદ્દઉપયોગે વિચારી