________________
૪૮૨
ચજહૃદય ભાગ-૫
જે વિધિ છે-કાર્યની પદ્ધતિ છે. એ રીત એને પકડાય જાય છે. એટલે ત્યાં પછી મૂંઝવણ નથી. આ પત્રમાં મુમુક્ષુનું માર્ગદર્શન ઘણું સારું છે.
અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. એટલે થોડુંક મોડું થાય તો એનું બહુ નુકસાન નથી. અનંત કાળે જે ચીજ પ્રાપ્ત થઈ નથી એ પ્રાપ્ત કરવા જતાં થોડુંક મોડું થાય એનું એટલું નુકસાન નથી. પરંતુ “માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે' ભૂલ નહિ રહેવી જોઈએ અથવા કોઈ નવી ભ્રાંતિ પોતે કલ્પના કરીને ઊભી કરી લે એવું નહિ થવું જોઈએ. થોડું મોડું થાય એનો વાંધો નથી પણ વિપરીત થાય એનો વાંધો છે, એમ કહેવું છે. આ વિપરીતતા છે. ભૂલ થાય કે ભ્રાંતિ થાય એ વિપરીતતા છે. એવું નહિ થવું જોઈએ. આત્મહિત થોડું મોડું થાય એનું એટલું નુકસાન નથી, એમાં એટલી આપત્તિ નથી પણ ભ્રાંતિ થાય કે ભૂલ થાય તો બહુ મોડું થઈ જશે. વર્તમાન ભવ એનો બગડી જાય છે. બીજા ભવિષ્યના કેટલા અનંતભવ બગડે એનો કોઈ હિસાબ નથી).
પોતાને ખબર નથી પડતી, પોતે જાણતો નથી તેથી જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું છે એ એને લક્ષમાં રહેવું જોઈએ. એ વાતને બાંધી લેવી જોઈએ કે તો આપણે બચી જઈશું નહિતર બચશું નહિ. ક્યાંયને ક્યાંક ભૂલ થઈ જશે એ વિપર્યાસમાં જાશે. અને વિપરીતતા થશે તો ઘણું મોડું થશે. એટલે થોડું મોડું થાય, યથાર્થતામાં આવવામાં થોડુંક મોડું થાય એનો વાંધો નથી પણ ભૂલ થાય, ભ્રાંતિ થાય, વિપરીતતા થાય તો એ બહુ મોટી મુશ્કેલી છે.
મુમુક્ષુ :- રસ્તો ભૂલી જવાય છે. પૂજ્ય ભાઈશ્રી - ઊંધ જ રસ્તે ચડી જાય, ઊલટે રસ્તે ચડી જાય.
જો પરમ એવું શાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે....સત્પરુષનું સ્વરૂપ જેને ભાયમાન થયું છે. ઓળખાણ થઈ છે એમ લીધું, હોં ! ઓઘેઓઘે તો ઘણીવાર જ્ઞાનીની પાછળ ગયો, તીર્થંકરની પાછળ પણ ગયો. જો પરમ એવું શાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તો પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપનું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાત છે. સાદી સીધી. સરળ પ્રકાર એટલે સાદી સીધી સમજાય એવી વાત છે કે જો જીવને જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થાય તો એના માર્ગે