________________
૪૯૨
ચાર ભાગ-૫
કરી શકે. સ્વપપ્રકાશક જીવનો જ્ઞાનસ્વભાવ હોવાથી જાણવું બંધ નહીં કરી શકાય. પણ એમાં જાણવાની કળા હાથમાં આવી જાય તો ઉપાધિથી છૂટી શકે. ભલે જાણે પછી એને વાંધો નથી. એ તો પપ્રકાશનના કાળમાં પણ શાયક તો જ્ઞાયક જ જણાશે, જે સ્વરૂપ પ્રકાશનના કાળમાં જણાશે તે જ. પછી વાંધો નથી. નહિતર જાણતા જ ઉપાધિને ગ્રહણ કરે છે.
મુમુક્ષુ - કળા આવડી જાય તો સ્વઆશ્રયે રહેવું જોઈએ. પરાશ્રય ન રહેવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી - હા. એ જાતની પુરુષાર્થની, જ્ઞાનની એક પરિણમવાની કળા છે, જે સ્વસમ્મુખતામાં રહે છે અને પોતાની સાથે જોડાણ રહે છે, છૂટતું નથી, આશ્રય છૂટતો નથી એમ.
એટલે ઘણા કાળના બોધ જેમ છે તેમ, એ વિષય જેમ છે તે ઘણા કાળના બોધ જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. અમારો એ ખ્યાલ છે કે તમે ન સમજી શકો. સામાન્યપણે તમે વિચારી શકો એ ઠીક છે પણ એનું જે ઊંડાણ છે એ તો ઘણા કાળના બોધથી સમજાય એવો વિષય છે. એ ખ્યાલ છે.
જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે...' આ ભૂમિકામાં આવેલાને મન એના કાબૂમાં આવી ગયું. એને મન વશ વર્તે છે. આગળ એક વાત આવી ગઈ મન વશ વર્તવાની. ઘણા પત્રો આવી ગયા. ત્યારપછી ઘણા પત્રો ગયા. મન વશ વર્તે છે એ વાત આવી ગઈ. ફરીને લીધી એમણે. એ ભૂમિકામાં અને તે સમજાય છે.” એટલે પુરુષાર્થથી, અંતર પ્રયાસથી એ ભૂમિકા સુધી ભેદશાનમાં જે પહોંચે છે એ ગમે તેને જાણતા, ગમે તે જાણતા એ સઉપાધિકભાવે પરિણમતો નથી, ભિન્ન રહે છે. તેને મન વશ વર્તે છે.
તેને મન વશ વર્તે છે; વર્તે છે એ વાત નિશ્ચયરૂપ છે;. ચોક્સ છે. આ કોઈ કલ્પના નથી, આ કોઈ અનુમાન નથી. એ વાત ચોક્કસ છે. પોતાને તો અનુભવગમ્ય છે. “એ વાત નિશ્ચયરૂપ છે. તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે.’ બને વાત લીધી. આમ આ પડખેથી ન લો તો આ પડખેથી એ મન આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એટલે જ્ઞાન જ્ઞાનમાં વર્તે છે માટે વશ વર્તે છે. પેલું પડખું ન વિચારમાં લ્ય તો એ આત્મસ્વરૂપને વિષે વર્તે છે. પેલા પડખેથી લ્યો તો