________________
પત્રાંક-૭૭૨
૪૮૫
પત્રક - ૩૭૨
મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું..
આપે ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વરેચ્છાધીન છે; જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો અને જે સમાગમની પરમ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિહલપણું પ્રસંગોપાત્ત આવી જાય એ ખરું છે; તથાપિ ધીરને વિષે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી. અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ - નથી.
૩૭૨. સોભાગભાઈ' ઉપરનો પત્ર છે. આપને એક પત્ર આજે પ્રાપ્ત થયું. આપે ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે.' આપના સમાગમમાં નથી રહેતા તો ઉપાધિ થોડી વધારે આત્મામાં થયા કરે છે. જો આપનો સમાગમ રહે તો આ પરિસ્થિતિમાં પણ ઉપાધિ અમારી ઘટી જાય. કેમકે સ્વભાવિક છે કે સમાગમમાં આપનું અંદરનું પરિણમનનું જે વાતાવરણ છે એ સત્સંગમાં બદલાઈ જાય છે. એટલે એવું “મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે.'
આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે.' સત્સંગમાં રહેવામાં ઘણો લાભ છે. એ વાત આપે ઘણા પ્રકારે આગળ જણાવી છે. એટલે એ વિષયની અંદર તો એમને કોઈ દિવસ બોધ આપવાની જરૂર નથી પડી. સત્સંગનો શું લાભ છે