________________
પત્રાંક૩૦૩
બાકી એને ભણાવવાનું કાંઈ કારણ નથી.
મોહમયીથી...' એટલે મુંબઈ’. મુંબઈ”ને મોહમયી કહેતા. ભળતું એવું નામ. મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે...' મુંબઈમાં મોહમયીનગરીમાં હોવા છતાં જેની અમોહપણે સ્થિતિ છે ‘એવા શ્રી...’ એમ કરીને વિશેષ લખ્યું છે એટલે સંકલનમાં નથી લીધું. ના યથાયોગ્ય.’
મુમુક્ષુ :– સોગાનીજી’ એ લખ્યું ને ‘કલકત્તા' માં હું એક જ સુખી છું. પૂજ્ય ભાઈશ્રી :- અમને મોહ નથી, મોહમયીમાં અમને મોહ નથી.
મનને લઈને આ બધું છે.' એક એમના પત્રમાં આટલું વાક્ય છે એના ઉપર આખા પત્રની ચર્ચા કરેલી છે. એટલે અવતરણ ચિહ્નમાં લીધું છે. એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે.' એટલે તમે સમજો છો એ વાત સામાન્ય છે. વાત ઠીક છે, પણ સામાન્યપણે એ વાત ઠીક છે. તમારી સમજણ એમાં સામાન્ય છે અને ઠીક વાત છે. મનને લઈને આ બધું છે એટલે ઉપાધિ. મનની જે ઉપાધિ છે, ઉપાધિ તો મનમાં જ થાય છે ને ! જ્યાં જીવ મન દે છે ત્યાંથી ઉપાધિ એને ઊભી થાય છે, જ્યાં જ્યાં મન દે છે ત્યાં એને ઉપાધિ ઊભી થાય છે. તો એ ટૂંકું શું એનું સામાન્ય (ક) કે આ મનને લઈને આ બધું છે. આ મન બધું જીવને ઉપાધિમય-દુઃખમય પરિસ્થિતિ ઊભી કરે છે. મનને લઈને આ બધું છે. એવી એક સામાન્ય સમજણ માણસને હોય છે એના ઉપર પોતે એક વાક્યના ચાર ટુકડા કરીને એનું પૃથ્થકરણ કર્યું છે. અર્થઘટન કર્યું છે. સારો વિષય લીધો છે.
એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ . હવે એમ કહે છે, છતાં પણ વિશેષ શું ? સામાન્ય તમે ભલે ગમે સમજ્યા હો, વિશેષ શું સમજવા જેવું છે એ વાત (કરે છે). તથાપિ મન', તેને લઈને', અને આ બધું અને તેનો નિર્ણય’, એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બોધ જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ.' તમે સામાન્ય સમજો છો પણ એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે અને એ ચાર ભાગ કરતાં એમાંથી જે પરમાર્થ નીકળે છે એ તો ઘણા કાળના બોધ એટલે ઘણા કાળ સુધી એ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં જીવ આવ્યો હોય, જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સત્સંગ સેવતો હોય એવી ભાવનાથી- જ્ઞાનપ્રાપ્તિની ભાવનાથી અને ઘણા કાળ સુધી એવી
૪૮૯