________________
પત્રાંક-૩૭૧
૪૭૯
અથવા વધુ ગણે કે આ તો છઠ્ઠા ગુણસ્થાનના વચનો છે. વિદ્યમાન સન્દુરુષ તો ચોથા ગુણસ્થાને બિરાજે છે. અમારી પાસે તો છઠ્ઠા ગુણસ્થાનના આચાર્યના વચનો છે. એનો સ્વાધ્યાય (કરીએ છીએ). એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ એટલે પાપમય શાસ્ત્રનો અભિનિવેશ કહ્યો છે. એટલા માટે કે તીવ્ર પોતાનું વ્યક્તિગત કોઈપણ કારણ મુખ્ય કરે છે. માનનું, લોભનું, કોઈપણ પ્રકારના પ્રસંગનું અને મુખ્ય કરીને એ સારુષને ગૌણ કરે છે ત્યારે એને અપ્રશસ્ત નામનો શાસ્ત્રીય અભિનિવેશ વર્તે છે. એ વાત એમણે ૬૬૧ના પત્રમાં નીચે લીધી છે. અપ્રશસ્ત શાસ્ત્રીય 'અભિનિવેશ.
મુમુક્ષુ :- એ તો કોઈપણ બહાને પુરુષને ગૌણ કરવામાં અભિનિવેશ તો આવી જ જાય.
પૂજ્ય ભાઈશ્રી - અભિનિવેશ તો છે જ પણ એમાં શાસ્ત્રની મુખ્યતા લાવે. છળ પકડે. અમે ગૌણ કરીએ છીએ પણ એવું કાંઈ સાવ અમારું જીવન એવું નથી કાંઈ. અમે શાસ્ત્ર-સ્વાધ્યાય અમારા જીવનમાં બહુ રાખ્યો છે, ઘણો કરીએ છીએ, કલાકો સુધી કરીએ છીએ અને વર્ષો સુધી એવી રીતે કરીએ છીએ. તો કહે છે, તારું ખાતું અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશમાં ખતવાય છે. તારી ક્રિયા, તારી પ્રવૃત્તિ, તારી વૃત્તિ જ્ઞાની ક્યા ખાતામાં ખતવે છે ? શ્રીમદૂજી અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશના ખાતામાં એને ખતવી નાખે છે. આ રકમ એ ખાતામાં મોકલો. આ બીજા ખાતાની રકમ નથી, આ ખાતાની રકમ છે. નિમ્ન ખાતું છે.
એ લોકભાવનાના બધા પ્રકાર છે અને તે પરમાર્થભાવનાને રોકવાના ખાસ પ્રતિબંધિરૂપ છે અને તેથી એ પ્રકાર, એવો જે લોકસહવાસ એ ભવરૂપ હોય છે. તે નવા જન્મ-મરણનું કારણ થાય છે. જન્મ-મરણની સંતતી ચાલુ રહેવાનું આ કારણ છે.
સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢભાવે તે ભાવના ઇચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી પોતાને વિષે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વત્ય કરવું અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાત કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું. તે યોગ્ય છે. આ મુમુક્ષુ માટે બહુ સુંદર માર્ગદર્શન છે.