________________
પત્રાંક–૩૭૧
૪૭૭. વિષય પોતાને કામનો હોતો પણ નથી. પોતાની યોગ્યતાને લાગુ પડે એવો ઉપદેશ
જ્યાં આવે ત્યાં જ પોતે વિશેષ પોતાને પ્રયોજનભૂત ગણીને એ વિષય ઉપર સ્થિર થાય. અને બીજુ ગૌણ કરી નાખે તો એ યથાર્થ પદ્ધતિ છે. એમાં કાંઈ વાંધો નથી. એ પદ્ધતિ યોગ્ય જ છે.
પ્રશ્ન :- શાસ્ત્ર-સ્વાધ્યાયમાં લોકભાવના આવે ખરી ? લોકસંજ્ઞા થાય ?
સમાધાન :- હા, થાય ને. પોતાનો ઉઘાડ, બીજાને સમજાવવાનું લક્ષ, વાંચતા વાંચતા યાદ રાખવાનું લક્ષ કે આ પાને ફલાણું છે એ યાદ રાખવું. પાછું કોઈને કહેવું હોય, એવી દલીલ આપવી હોય ત્યારે એ યાદ રાખ્યું હોય તો કામમાં આવે. અથવા વિશેષ બીજાને ખ્યાલ આવે કે આણે ઘણું વાંચ્યું છે, અને ઘણી ખબર છે, આ ઘણું જાણે છે એવી બીજાને છાપ પડે. એ બધો જે પ્રકાર છે એ બધો લોકસંજ્ઞામાં જાય છે.
અધ્યાત્મનો ઊંચો અને સૂક્ષ્મ ન્યાય હોયને તો એ બરાબર ખ્યાલમાં રાખવો. એ ન્યાય બીજાને કીધો હોય તો એકવાર તો આશ્ચર્ય બધાને થઈ જાય કે ઓહોહો...! આવી સૂક્ષ્મ વાત તમે કરો છો ! આવો ઊંચો અધ્યાત્મનો ન્યાય તમારી પાસે છે! માટે એવા ન્યાયો આવે ત્યારે સાંભળવામાં, વાંચવામાં ખાસ ધ્યાન રાખવું. એવી રીતે જે શાસ્ત્ર અધ્યયન કરે છે, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે એ પોતાના આત્માને બહુ મોટું નુકસાન કરે છે.
ગુરુદેવ' તો એવી વાતને બહુ કડક કહેતા કે એ અધ્યાત્મને બહાને પાપ કરે છે એમ કહેતા. પોતાનું માન પોષવાની જે અંતરવૃત્તિ છે એને લઈને એ ત્યાં પાપ કરે છે. પુય નહોતા કહેતા. શાસ્ત્ર વાંચવામાં પણ ઘણી જવાબદારી છે.
મુમુક્ષુ :- કષાયનો પ્રકાર જ થઈ ગયો ને !
પૂજ્ય ભાઈશ્રી – હા. તીવ. તીવ્ર કષાયનો પ્રકાર અને તીવ્ર લોકભાવના છે. એને શાસ્ત્ર અભિનિવેશ કહે છે. એ પોતે કહેશે. આગળ હજી એ બધું આવશે. એને શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો છે. અને શાસ્ત્રીય અભિનિવેશમાં બે પ્રકાર લીધા છે. જે એવી રીતે આત્માર્થ સિવાય કોઈ અન્ય હેતુ સચવાતો હોય, જળવાતો હોય કે અંદરમાં ધારણામાં રહેતો હોય, લક્ષમાં રહેતો હોય તે બધો જ શાસ્ત્રીય અભિનિવેશ છે. એ પરિભાષા એમણે કરી છે. આત્માર્થ સિવાય કોઈપણ હેતુથી શાસ્ત્રનો સ્વાધ્યાય