________________
૪૭૬
રાજહૃદય ભાગ-૫ અવિનય છે.
મુમુક્ષુ – પ્રશ્ન પૂછે તોપણ આજુબાજુ જોવે.
પૂજ્ય ભાઈશ્રી - મારા પ્રશ્નને લોકો કેવી રીતે ગણે છે ? બધાના ચહેરાનું માપ કાઢવા જાય. અને પછી ખ્યાલ ન રહે કે ઉત્તર શું આવે છે. એ જોવા જાય એટલે ઉત્તર શું આવ્યો એ ખ્યાલ એને ન હોય અને કાં તો પૂછે જ કો'કના માટે. બીજાને લક્ષમાં રાખીને પૂછે. એ કોઈ ધર્મચર્ચાની રીત નથી, એ રીત સારી નથી.
પ્રશ્ન :- આ બધું લોકસંજ્ઞામાં જાય ?
સમાધાન – બધું લોકસંશામાં જાય અને એ ઝેર છે. જીવને માટે એ ઝેર છે. પરમાર્થભાવનામાં પ્રવેશ કરવા માટે મોટો પ્રતિબંધ આ છે.
મુમુક્ષુ :- અમુક પ્રકારનો જ મારે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો એવું જો ભાવમાં હોય...
પૂજ્ય ભાઈશ્રી - એમાં એવું છે કે સામાન્ય રીતે તો મમક્ષ જેમાં પોતાનો આત્મરસ વધે એવો સ્વાધ્યાય કરે પણ એમાં યથાર્થતા ત્યારે છે કે બીજા અનુયોગના પ્રકરણ પ્રત્યે અનાદર, તિરસ્કાર કે એવા પ્રકારના પરિણામ ન થાય. બાકી તો યોગ્યતા પ્રમાણે જ રસ આવશે. કોઈને કથાનુયોગમાં જ રસ આવશે, કોઈને ચરણાનુયોગમાં રસ આવશે, કોઈને કરણાનુયોગમાં રસ આવશે, કોઈને દ્રવ્યાનુયોગમાં રસ આવશે. પણ બીજા અનુયોગો પણ ભગવાનની દિવ્યધ્વનિરૂપ વાણી છે, જિનેન્દ્ર વાણી છે અને એ બધામાં પણ પરમાર્થ રહેલો છે એવો જેને ખ્યાલ છે કે ચારેય અનુયોગમાં અધ્યાત્મ રહેલું છે એવું જે સમજ્યા છે એને તો એવો કોઈ પ્રકાર નથી થતો. રસ ઓછો વત્તો આવે પણ એ પ્રત્યે અનિચ્છા થાય એટલે તિરસ્કાર થાય, અવગણના થાય એવું ન બને. જેમકે કોઈને દ્રવ્યાનુયોગ પ્રત્યે તિરસ્કાર થઈ જાય છે કે આ શું આખો દી બધી દ્રવ્ય-ગુણ-પર્યાયની જ માંડી? તો કોઈને કરણાનુયોગનો તિરસ્કાર જાય છે કે આ શું બધી કર્મની, ઉદય ને શાતા ને બંધ ને ફલાણું, ઉદીરણા ને આ ને તે, સત્તા ને અપકર્ષણ, ઉપકર્ષણ આ બધી શું માથાકૂટ ? એમ માથાકૂટ ન જુએ. એની પાછળ પરમાર્થ શું છે એવું લક્ષ હોય તો એનું ચારે અનુયોગનું યથાર્થ મૂલ્યાંકન રહે છે.
મુમુક્ષ - કોઈપણ વિષયને તિરસ્કાર ન કરે, ગૌણ કરે. પૂજ્ય ભાઈશ્રી :- ના, તિરસ્કાર ન કરે. ગૌણ તો કરવો જ પડે. કેમકે બધો