________________
પત્રાંક—૩૭૧
ભૂલ છે.
મુમુક્ષુ :– આ કપડા પહેરવા, જમવા જઈએ ત્યારે આવા કપડા પહેરવા – બધામાં લોકસંજ્ઞા છે.
-
૪૭૫
પૂજ્ય ભાઈશ્રી :– હા, મારે આવા જ કપડા જોઈએ. આથી ફેરફારવાળા મને ન ચાલે. મારા પ્રમાણમાં બધું મારે જોઈએ. કપડાથી માંડીને બધી ચીજ મને મારા પ્રમાણમાં જોઈએ. ચપ્પલ પણ મારા પ્રમાણમાં જોઈએ, કપડું પણ મારા પ્રમાણમાં જોઈએ, માથું પણ મારા પ્રમાણમાં જોઈએ. એ તો સારું છે કે એના Control ની વાત નથી, નહિતર તો ધોળા થવા ન દે.
મુમુક્ષુ :– એ પણ નથી કરવા.
પૂજ્ય ભાઈશ્રી :– હવે એમાં હેરાન થવા માંડ્યા છે. એમાંથી Brain tumour અને Brain cancer થવા મંડ્યા. લોકો હવે એમાંથી થોડા થાકીને પાછા પડ્યા છે. મુમુક્ષુ :હું કાયમ ન્યાલભાઈ સોગાનીજી' ની બાજુમાં બેસતો. એમણે ક્યારેય આમ પાછળ નથી જોયું કે આમ બરાબર છે.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો મારે ચર્ચા થયેલી છે કે વ્યાખ્યાનમેં મેરે બગલમેં કૌન બેઠા હૈ ઉસકા મુઝે કભી પતા નહીં રહતા. એની બાજુમાં કોણ બેઠું છે ખબર
જ ન હોય.
મુમુક્ષુ :– હું બાજુમાં હોઉં, ક્યારેય જોયું નથી.
પૂજ્ય ભાઈશ્રી :– બીજે કોણ બેઠું છે એ તો પ્રશ્ન જ નથી. આ તો બધાનું ધ્યાન રાખે. ફ્લાણા આવ્યા છે કે નહિ આજે ? વળી અહીંયાં બેઠા છે કે ક્યાં બેઠા છે ? કોણ કોણ નવું આવ્યું છે ? બધું ધ્યાન રાખે. કેમકે પોતાનું તો ધ્યાન રાખવાનું છે નહિ, પછી બીજાનું ધ્યાન રાખવા સિવાય વૃત્તિ શું કામ કરે ? એ જ કામ કરે. એ તો બાજુમાં કોણ બેઠું છે (એની ખબર નહોતી રહેતી). એક જ ધારું ‘ગુરુદેવ’ સામે જોઈને બેસતા. ગુરુદેવ”ની સામે ને ક્યારેક શાસ્ત્રમાં થોડું જોવે. બાકી લગભગ ‘ગુરુદેવ’ સામે જોઈને બેસતા. એકધારું સાંભળતા. એકીટશે. એ તો એક બાહ્યવૃત્તિથી પણ અનુકરણ કરવા જેવો અને શીખવા જેવો વિષય છે. જરા પણ ગુરુને એમ ન લાગે કે સાંભળવામાં મારી ઉપેક્ષા થાય છે અને ધ્યાન ન આપે અને ઇધર ઉધર જોયા કરે તો એ તો રીતસર વ્યાખ્યાન કરનારની જ ઉપેક્ષા છે, અવગણના છે,