________________
૪૭૪
જહૃદય ભાગ-૫ થયેલા છે, ઘણા ચીકણા છે એમ સમજવું જોઈએ.
મુમુક્ષુ :- નિમિત્તનો દુરુપયોગ થયો.
પૂજ્ય ભાઈશ્રી - દુરપયોગ થયો અથવા પોતાનું ઉપાદાન ઘણું હીન-હીણું છે, પોતાનું ઉપાદાન ઘણું હીણું છે એમ વિચારવું જોઈએ.
“લોકભાવના ઓછી થાય; અથવા લય પામે.' સત્સંગ એક એવું સાધન છે કે જેની અંદર એ પ્રકાર બને. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં. જુઓ ! ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી આત્મભાવના, પરમાર્થભાવના કહો કે આત્મભાવના કહો, એ ભાવનામાં જીવ વિશેષ નથી આવતો. એનું શું કારણ? ધર્મના કાર્યો તો કરે છે. પૂજા કરે, ભક્તિ કરે, દયા-દાન કરે, અનેક પ્રકારના ધર્મના કાર્ય કરે પણ શું કરવા એને કાંઈ કામ થતું નથી ? કે પરમાર્થભાવનામાં
જીવ આવી શકતો નથી. લોકભાવનાના આવરણને લીધે આત્મભાવનામાં જ આવી શિકતો નથી. પછી પરિણતિ થાય અને ઉપયોગ થાય એ તો બધી બહુ આગળની વાત થઈ ગઈ. મૂળ તો ભાવનામાં જ પ્રવેશ થતો નથી અને એનું કારણ લોકભાવના છે. અવલોકન હોય તો એ ખ્યાલ આવે છે, નહિતર એ વાતનો ખ્યાલ નથી આવતો. કેમકે પોતે પણ કેટલાક ધાર્મિક કાર્યો કરે છે ને ! એ કરે છે એને દેખાય છે પણ લોકભાવનાને વશ કરે છે, એની આડશમાં રહીને કરે છે, એનો આધાર લઈને કરે છે એમ નથી જોતો.
પ્રશ્ન :- લોકસંજ્ઞા અને લોકભાવના એક જ ?
સમાધાન :- હા, એક જ. એક જ. “ગુરુદેવના પ્રવચનમાં બેસે તો હું ક્યાં બેઠો છું એના ઉપર એનું લક્ષ હોય). પ્રવચનમાં હું આગલી હરોળમાં બેઠો છું કે હું પાછળ બેઠો છું. ત્યાં પણ તે લોકોમાં ગણતરી ગણે કે આમાં મારે ક્યાં બેસવાનું સ્થાન છે ?
મુમુક્ષુ :- આગળ બેસે તો “ગુરુદેવને ખ્યાલ આવેને કે આવ્યા છે.
પૂજ્ય ભાઈશ્રી :- ગુરુદેવ ને લોક બનાવી નાખ્યા ને ! લોકભાવનાનો જે પ્રકાર છે એમાં એણે “ગુરુદેવ” ને મૂકી દીધા.
મુમુક્ષુ :- બે જ ભૂલ છે ! પૂજ્ય ભાઈશ્રી - એ તો બધી જ ભૂલ છે, બે શું ? પછી એમાં સોએ સો