________________
૪૭૮
રાજહૃદય ભાગ-૫
થાય એટલે તેને શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય છે. સીધું જ આમ લીધું છે એમણે.
એ ૬૫૮ માંથી એનો નિર્દેશ કર્યો છે. પછી મૂળ વાત તો હજી છે એ બીજે છે. પાનું ૪૮૯.
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી...' બે પ્રકારના અભિનિવેશ
આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે : લૌકિક (અભિનિવેશ)” અને શાસ્ત્રીય (અભિનિવેશ)” આ શાસ્ત્ર વાંચતા થાય કે નહિ થાય ? આ શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો છે. ક્રમે કરીને સત્નમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાનીપુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્યું છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે.' આ પત્ર લલ્લુજીને’ લખ્યો છે. કેમકે એ ત્યાગી હતા અને શાસ્ત્ર વાંચતા થઈ ગયા. તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ થયો. શ્રીમદ્ભુનો હવે પરિચય થાય છે. હવે લલ્લુજીના પત્ર આવશે. હજી હવે એક-બે પત્ર પછી શરૂ થશે. ૨૫ મા વર્ષથી છે. ૨૯ મા વર્ષે આ શાસ્ત્ર અભિનિવેશની ટકોર કરી છે. પછી ૬૬૧માં છે.
આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે,... કૃતાર્થતા માની છે એટલે શું ? કે હું રોજ આટલું શાસ્ત્ર તો વાંચું જ છું. રોજ એક કલાક તો સ્વાધ્યાય કરું છું. આટલું તો મેં કર્યું જ. એક પેરેગ્રાફ તો વાંચું જ છું. એક વચનામૃતમાંથી એક વચન તો ગુરુદેવનું વાંચું જ છું. કાંઈક કૃતાર્થતા માની છે અને આત્માર્થનું લક્ષ નથી. તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ' છે.' તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. એ પત્રની અંદર એમણે એક અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશની ચર્ચા કરી છે કે, શાસ્ત્રને મુખ્ય કરીને વિદ્યમાન સત્પુરુષને કોઈ ગૌણ કરે છે કે અમારી પાસે તો લાણું શાસ્ત્ર છે, અમારી પાસે તો સમયસાર' છે, ‘સમયસાર’ અમને મળી ગયું. તો એ અપ્રશસ્ત એટલે જેમાં પુણ્ય પણ નથી. પ્રશસ્ત એટલે પુણ્ય. અપ્રશસ્ત એટલે પાપ. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. અને એવું જીવ ત્યારે જ કરે, સત્પુરુષ વિદ્યમાન હોવા છતાં એને ગૌણ કરીને શાસ્ત્ર-સ્વાધ્યાય ઉપર વજન આપે કે એને બરાબર ગણે, બે વાત લીધી છે એમણે કે બરાબર ગણે