________________
પત્રાંક-૩૭૧
૪૭૩ વિચિત્ર છે, સમાજની, ધાર્મિક સમાજની લૌકિક સમાજની, રાજકીય, કૌટુંબિક-બીજી, ત્રીજી બધી પરિસ્થિતિ, પંચેન્દ્રિયના વિષયો ફાલ્યા ફૂલ્યા એ બધો પ્રકાર જોતાં જીવને પોતાનું અહિત થાય, ઘણું નુકસાન થાય. અમૂલ્ય એવો મનુષ્યભવ એમ જ વ્યતીત થઈ જાય. કાંઈપણ કાર્ય થયા વિના, કાંઈપણ હિત થયા વિના જ વ્યતીત થઈ જાય. એમાં પણ લોકભાવના કોઈપણ કાર્ય કરતાં, પોતાના કુટુંબનું વ્યવહારિક કાર્ય કરતાં પણ લોકભાવના જીવને તીવ્ર રહે છે કે મારા સગા-સંબંધીમાં મારું સ્થાન (જળવાઈ રહેછે. સમાજની અંદર, ગામની અંદર, દેશની અંદર પણ મારું કાંઈક સ્થાન છે), એ જાતનો જેને ઉદય હોય તો એ પ્રકાર રહે છે.
ધર્મક્ષેત્રમાં આવે છે એ પ્રકારના ઉદયથી, સામાન્ય રીતે ઉદય સાથે સીધો સંબંધ છે, અને એ અભિપ્રાયથી આખા જગતમાં પોતાનું સ્થાન રાખવાની, આખા લોકમાં પોતાનું સ્થાન રાખવાની જીવની વૃત્તિ ઊભી છે એમ સિદ્ધ થાય છે. પછી ઉદયમાં. નાનું Circle હોય તો ત્યાં પણ એને સ્થાન રાખવું છે. એવું જે બીજા જીવોની નજરમાં પોતાનું કંઈક પણ પોતે કલ્પેલું સ્થાન, કાંઈક પણ એટલે પોતે કલ્પેલું કે હું આવો છું. એ લોકભાવના છે.
પ્રશ્ન :- બન્ને પ્રકારમાં કુટુંબ-પરિવારમાં અને ધાર્મિક સમાજમાં આ લોકભાવનાનો દોષ થાય તેમાં દોષ ક્યાં વધારે લાગે છે ?
સમાધાન :- ધાર્મિક સમાજમાં વિશેષ દોષનું કારણ છે. કેમકે અહીંયાં તો એ દોષ છૂટવો જોઈએ. એના બદલે અહીંયા એ દોષ જો ન છૂટે તો તીવ્રતા ઘણી છે. એમ સમજવું જોઈએ. તીવ્રતા ઘણી છે એમ સમજવું જોઈએ. કેમકે બીજા લોકોને એવી લોકભાવના છૂટવાનું કોઈ નિમિત્ત નથી. ઊલટું બીજા લોકોને તો એવી લોકભાવના દઢ થવાના પ્રસંગો બને છે. જુઓ ! મારા કરતા આણે સારું કર્યું. હવે આપણે પ્રસંગ આવે ત્યારે એના કરતાં સારું કરી દેખાડશું.
મુમુક્ષુ :- શિક્ષા એવી જ મળે.
પૂજ્ય ભાઈશ્રી :- શિક્ષા એવી જ મળે. વાતાવરણ જ બધું એવું છે. એ તો કહ્યુંને કે પરિસ્થિતિ જ એવી છે. કાળનું વિષમપણું એવું છે કે ચારે બાજુથી એ જ વાતાવરણની અંદર એને રહેવાનું થયું છે. અહીંયાં જે ધર્મનું ક્ષેત્ર છે એ એવી લોકસંજ્ઞા ટાળવાનું એક નિમિત્ત છે ત્યાં પણ એ જો જીવ ન ટાળે તો એ પરિણામ ઘણા દઢ