________________
પત્રાંક—૩૭૧
૪૭૧
જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે.' આ એક મુમુક્ષુજીવને મુમુક્ષુતાની ભૂમિકામાં કેવી રીતે વર્તવું યોગ્ય છે એનું માર્ગદર્શન આ પેરેગ્રામાં આપ્યું છે. વિશેષ લઈશું....
ૐ વર્તમાનમાં આયુ અલ્પ છે, આયુના સદ્ભાવમાં પણ શરીર પ્રાયઃ અશાતા ભોગવવાનું જ સાધન બને છે; ગમે તેટલી શરીરની સાવધાની / માવજત કરવાં છતાં પણ રોગાદિ ઉપદ્રવ થયા જ કરે છે; અને પૂર્વકર્મ પ્રમાણે તે હોય છે, વર્તમાન પ્રયત્નથી, તેનાથી પૂર્વકર્મથી) બચી શકાતું નથી. એવી સ્થિતિમાં કાયાને મોક્ષમાર્ગમાં ખપાવી દેતાં (કાયાથી ઉપેક્ષિત થઈને પુરુષાર્થને મોક્ષમાર્ગ પ્રતિ યોજવામાં આવે તો) જો પરમશુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિઃશ્રેયસપદની પ્રાપ્તિ થતી હોય તો ફૂટી કોડીના બદલામાં ચિંતામણી રત્નથી પણ અધિક લાભ થયો, તેમ સમજવા યોગ્ય છે.' (અનુભવ સંજીવની–૪૦૨)
'.
器
હે ! આત્મદેવ ! સ્વયંના જ્ઞાન બાગમાં ૨મો, ક્રિડા કરો વા ઠો; અન્યથી શું પ્રયોજન છે ? અલૌકિક ગુણ–વૈભવનું અચિંત્ય રમણીય ધામ ! અદ્વિતીય પ૨મ પદાર્થ જ્યવંત વર્તો ! જ્યવંત વર્તો !! તે પદાર્થ) - પદના દર્શાવનારા સદ્ગુરુ, નિષ્કારણ કરુણામૂર્તિ સત્પુરુષ-પરમ પુરુષ, દિવ્યમૂર્તિ પરમાત્મા જ્યવંત વર્તો ! ત્રિકાળ જ્યતંત વર્તો !
(અનુભવ સંજીવની-૩૯૩)
器