________________
૪૦
રાજહૃદય ભાગ-૫ એવી લોકસંજ્ઞા વળવા માટે, ઓછી કરવા માટે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થવું જોઈએ. આ વાત નાખી એમણે. આ સત્સંગનો શું પ્રભાવ છે, શું ગુણ છે એ કહે છે). તો “ઓછી થાય; અથવા લય પામે.” નાશ પામે.
લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં...” આ સીધી વાત છે. “અને ત્યાં સુધી લોકસહવાસ તે ભવરૂપ હોય છે. પછી એ ભલે ધાર્મિક લોકોનો સહવાસ હોય, ધાર્મિક લોકોનો સહવાસ હોય તોપણ એ નવા ભવનું કારણ છે. ભવના મટવાનું કારણ નથી, ભવની વૃદ્ધિનું કારણ છે, એ ભવ થવાનું કારણ છે, નવો જન્મ લેવાનું કારણ છે.
મુમુક્ષુ - લોકસહવાસ અને સત્સંગ બે સામસામા થયા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. લોકસંજ્ઞા ટાળવા માટે સત્સંગ એનું સાધન છે, એ એની દવા છે. આ સીધી વાત છે અને લોકની વચ્ચે રહ્યો છે પણ લોકસંજ્ઞા ઉડાડી દેવી. જોઈએ. લોકસંજ્ઞા એને જન્મ-મરણ કરાવીને લોકમાં રાખે છે. ત્યાંને ત્યાં, ત્યાં જ જન્મે, ત્યાં જ મરે. છૂટે નહિ સહવાસ. એનું કારણ લોકસંજ્ઞા છે. લોકની વચ્ચેથી કેમ જુદો પડતો નથી ? સિદ્ધાલયમાં કેમ જુદાં પડી ગયા ? કે લોકસંજ્ઞા પહેલાં ટાળી એટલે ત્યાં ગયા. લોકસંજ્ઞા છે ત્યાં સુધી અહીંને અહીં રાખે છે. લોકસંજ્ઞા જ એને અહીં ને અહીં રાખે છે. ભાવે રહે છે, એના ફળમાં દ્રવ્ય રહે છે.
મુમુક્ષુ - લોકસંજ્ઞાથી લોકાર્ગે જવાતું નથી.
પૂજ્ય ભાઈશ્રી - લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. એ ચર્ચા “સૂર્યકીર્તિ ભગવાન વખતે ચાલી હતી. પૂજ્ય બહેનશ્રી બોલ્યા હતા. લોકો આમ કહે છે, લોકો આનો વિરોધ કરે છે. લોકસંજ્ઞાએ લોકારો જવાતું નથી. ત્યારે પહેલીવહેલી વાત બહાર પાડી હતી. લોકોને એવી રીતે વચ્ચે નહિ લાવો.
સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે છે ત્યાં સુધી દ્રઢભાવે તે ભાવના ઇચ્છી...” એટલે સત્સંગમાં રહેવાની ભાવના ઈચ્છી. પ્રત્યેક કાર્ય કરતાં.” ઉદયના. પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી...” એટલે હિત-અહિતના વિચારથી વર્તી પોતાને વિષે લઘુપણું માન્ય કરી,...” પોતે કાંઈ નથી, પોતાની કોઈ સ્થિતિ નથી આ માર્ગમાં. એટલે ક્યાંય પોતાનો આંક ન મૂકે. પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વત્ય કરવું; અને