________________
પત્રક૩૭૧
૪૬૯
છે. જે કાંઈ કરે છે, ધાર્મિક કાર્યો કરે છે એની અંદર એની છાપ તો ઊભી થાય જ છે. એ છાપવાળો હું છું એ ભુંસાઈ જવું જોઈએ. આ વાત અસાધારણ છે. લોકોની ગમે તે છાપ હોય. એ દૃષ્ટિ બંધ થઈ જાય આખી. લોકષ્ટિ જ બંધ થઈ જાય. અને પોતાને એક આત્મકલ્યાણ સિવાય બીજું લક્ષ ન રહે એવી સ્થિતિમાં ધર્મ પરિણમે છે. નહિતર ધર્મ નથી પરિણમતો. એમ છે.
મુમુક્ષુ :– એટલે આપણે દાન દેવામાં નામ લખવાની પ્રણાલિકા નથી ને. ‘ગુરુદેવશ્રી' બહુ જ કહેતા કે લાખનું કર કે કરોડનું કર.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો લોકસંજ્ઞાને ઉત્તેજન આપવાનું છે. એ તો જે જમાનામાં પૈસાની ઘણી કિમત હતી, આજથી ૩૦ વર્ષ પહેલાંની વાત છે. ‘કલોલ'ના એક ‘વાડીભાઈ’ કરીને આવતા હતા. ઉંમરમાં એ વૃદ્ધ હતા. અત્યારે તો એ નહિ હોય. એમના યુવાન પુત્રનું દેહાંત થઈ ગયેલું. તો એમણે એમ કહ્યું કે મારે આ જે સિમંધર ભગવાનનું દેરાસર છે... પ્રમુખ) પાસે વાત મૂકી. ગુરુદેવ' તો એ દાનફાનની કોઈની વાત સાંભળતા જ નહોતા. એ બધી વાત નીચે ક૨વી પડે. કહે, મારે અહીંયાં એક મોતીનું તોરણ બાંધવું છે. ભગવાનના મંદિરમાં મોતીનું તોરણ (બાંધવું છે). પણ એ મોતીના તોરણમાં મારો જે સ્વર્ગવાસી પુત્ર છે એનું નામ લખવું છે. ૧૧૦૦૦ રૂપિયા એક તોરણના આપું. કેટલા ? તોરણ મારા ખર્ચે. ૧૧૦૦૦ રૂપિયા હું દેરાસરમાં આપ્યું. પણ એમાં મારા પુત્રનું મારે નામ લખવાનો ભાવ છે. પ્રમુખે) કહી દીધું, અહીંયાં અમે કોઈ શરતી દાન લેતા નથી અને મંદિરમાં) કોઈનું તો૨ણમાં કે બોર્ડમાં ક્યાંય મારે નામ જોઈએ નહીં.
મુમુક્ષુ :- બહુ Strict હતા.
પૂજ્ય ભાઈશ્રી :– હા, બહુ Strict હતા. ના પાડી દીધી. ૧૧૦૦૦ તે 'દી બહુ મોટી રકમ કહેવાતી હતી. પૈસા નથી જોતા, એવી રીતે પૈસા નથી જોઈતા. એટલે એ પદ્ધતિ સારી છે. નહિત૨ શું છે દાન તો લઈ લે, દેનાર દઈ દે, લેના૨ લઈ લે પણ પેલાને લોકસંજ્ઞા તીવ્ર થઈ જાય છે કે મારું નામ બધા વાંચશે, મારું નામ બધા વાંચશે. થઈ રહ્યું.
મુમુક્ષુ :
પૈસાનું દાન દીધું અને કીર્તિની ભીખ માગી.
પૂજ્ય ભાઈશ્રી :– એટલે એ તો લોકસંજ્ઞામાં એવું જ થાય છે. એટલે કહે છે