________________
પત્રક-૩૭૧
૪૬૭
ચોટે છે કે માણસ ત્યાગ કરે એટલે દાન આપી દે. મોટું દાન આપે, બહુ સારું દાન આપે તો એની સમાજમાં પરિસ્થિતિ તો ઊભી થવાની જ છે. સમાજ તો એને દાતા તરીકે જોવાનો છે કે ભાઈ ! ઘણું ન્યોછાવર કરે છે આ માણસ. પણ પોતે એને ને જોવે. એ દષ્ટિ જે કેળવવી એ અસાધારણ વાત છે. એ વાત પોતે જરાય લક્ષમાં જ ન લે. એમાં શું ? મારું ક્યાં હતું તે મેં આપ્યું છે ? એ શું વિચાર કરે પોતે? કે મારું હતું જ કેદી તે મેં આપ્યું છે ? મારું હોય તો હું આવું ને. એ ચીજ જ મારી નહોતી. એ તો એક વિકલ્પ આવ્યો. સધર્મ વૃદ્ધિનો વિકલ્પ આવ્યો તો સધર્મવૃદ્ધિ થાવ. પછી પૈસા તો પૈસાના છે, કોઈના નથી. મારા પણ નથી અને બીજાના પણ નથી.
બાહ્ય પ્રભાવનામાં જે પૈસાનો ઉપયોગ થાય છે એ ક્યાં કોઈ જીવના છે ? મારા તો નથી, કોઈ જીવના નથી. બસ ! એની વૃદ્ધિ થાવ એવો વિકલ્પ આવ્યો અને બહારમાં કોઈ પુણ્યયોગ હતો એટલે એ પ્રકારે બધું ગોઠવાવા માંડ્યું. જડના પરમાણુઓની ગોઠવણી થઈ. મારો શું અધિકાર છે એમાં ? એમ પોતાને તદ્દન બાદ કરી નાખે. અને એવું બાદ કરવા માટે એને-મુમુક્ષુને સત્સંગનો પરિચય ઘણો જોઈએ. નહિતર જાણે અજાણે એ લોકસંજ્ઞાની અંદર વર્તે છે અને એને ધર્મની પ્રાપ્તિથી વંચિત રહેવાનું આ જ કારણ છે. આના ઉપર ઘણી વાત આવશે.
લોકસંજ્ઞા ઉપર “શ્રીમદ્જીએ જે પ્રકાશ પાડ્યો છે એ તો શાસ્ત્રોમાંથી કાઢવું મુશકેલ પડે. મહાન શાસ્ત્રોમાંથી એ વાત ગોતવી મુશ્કેલ પડે એટલી ચર્ચાને પોતે ખોલી છે. કેમકે મુમુક્ષુને મુમુક્ષુદશામાં એ ભૂલ થાય છે. એ વાત ઘણી ખોલી છે. અહીંથી લોકભાવનાની (વાતની) શરૂઆત કરી છે. કેમકે દાન દે છે એમ નહીં. આ તો એક દૃષ્યત આપ્યું. એમ શાસ્ત્ર વાંચે છે, કોઈ લેખક હોય, કોઈ વક્તા હોય કોઈ અભ્યાસી હોય, અનેક પ્રકારે જે બાહ્ય વિશિષ્ટતાઓ ધર્મના ક્ષેત્રમાં લોકો જોવે છે એ બધી વિશિષ્ટતાઓ લોકસંજ્ઞા થવામાં નિમિત્તભૂત થાય છે. જો પોતે યથાર્થતામાં ઊભો ન રહે, મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા ન રહે તો લોકસંજ્ઞા વળગ્યા વિના રહે નહીં. અત્યાર સુધી એ જ થયું છે. કાર્યો તો આ જીવે ઘણા કર્યા છે પણ બધે લોકસંજ્ઞામાં ઊભો રહીને, એથી છૂટીને નહિ.
મુમુક્ષુ - લોકસંજ્ઞા જેની જિંદગીનો ધુવ કાંટો છે... પૂજ્ય ભાઈશ્રી – હા, એ પણ પત્ર આવ્યો છે. એ સૂત્ર જેવું વચન લીધું છે.