________________
પત્રાંક—૩૭૧
ઇચ્છવું, તે અનુક્રમે બને એવું છે. કોઈ પ્રકારે મનને વિષે સંતાપ પામવા યોગ્ય નથી, પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઇચ્છા રાખવી યોગ્ય છેઃ અને પરમ એવું જે બોધસ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યના પુરુષાર્થને વિષે મુઝાવું યોગ્ય નથી..
અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી. તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જો પ૨મ એવું શાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તો પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે.
રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી.
શ્રી સ્વરૂપના યથાયોગ્ય.
૪૬૫
૩૭૧. શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે,... ‘કુંવરજી મગનલાલ’ ‘કલોલ'ના બે-ત્રણ પત્ર અગાઉ આવી ગયા છે. એમણે શ્રીમદ્જી' સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો છે.
નિરંતર જેને અભેધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો.' જ્ઞાન થયું છે. નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે.' આત્મા સાથે અભેદભાવે જે ધ્યાન