________________
૪૬૪
ચજહૃદય ભાગ-૫
પત્રક - ૩૭૧
મુંબઈ, વૈશાખ વદ ૧૩, ભોમ, ૧૯૪૮ શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે,
નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો. છે. અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે; અને બાહ્ય પ્રત્યે ઉપાધિજોગ. તે વર્તે છે, તમારાં આવેલાં ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે, અને તે કારણથી તે પ્રત્યુત્તર લખ્યો નથી. કે આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી
સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; કે
અથવા લય પામે. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે ક જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં, અને ત્યાં સુધી લોકસહવાસ તે આ ભવરૂપ હોય છે.
સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને છે જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢભાવે તે ભાવના ઇચ્છી તે પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લઘુપણું માન્ય કરી, તે પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વર્યા ન કરવું; અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા છે કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે.
ઉપર જણાવી છે જે વાત, તેને વિષે બાધ કરનારા એવા ઘણા આ પ્રસંગ તમ જીવોને વર્તે છે, એમ જાણીએ છીએ; તથાપિ તે તે બાધ
કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સઉપયોગે વિચારી વર્તવાનું