________________
પત્રાંક ૩૦૦
૪૬૩
સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તો આટલું લખી. અટકીએ છીએ.' આ તમને થોડી વિશેષ વાત લખી. અમારા હૃદયની થોડીક વિશેષ વાત લખી કે અમારી જે ઉત્કૃષ્ટ દશા વર્તે છે એ દશા જોઈને અમે જ અમને નમસ્કાર કરીએ છીએ.
તમારા સમાગમની ઇચ્છા રહે છે. બહારની જે આ પ્રવૃત્તિ ઘણા પ્રકારની વર્તે છે એના ત્યાગની ચિત્તવૃત્તિ થઈ ગઈ છે, એ છોડી દઈએ એવી ચિત્તવૃત્તિ થઈ ગઈ છે. આથી વધારે કાંઈ તમને લખતા નથી. આટલું લખીને અમે અટકી જઈએ છીએ. એ થોડી વિશેષ વાત ખોલી છે.
૩૬૮ કરતાં પણ ૩૭૦ માં થોડી વધારે વાત લખી નાખી છે કે અમે જ અમને નમસ્કાર કરીએ છીએ. અમારી આત્માની એવી કોઈ પવિત્ર દશ વર્તે છે કે અમે અમને નમસ્કાર કરીએ છીએ. પોતે જ પોતાની પિરણિતનું બહુમાન કરે છે ! મુમુક્ષુ :- ક્યાંક એવું આવે છે, પોતે પોતાને અભિનંદે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એમ જ છે, એમ જ છે. અભિનંઢે છે પોતે. એ આમ છે. આત્માના પાંચેય જ્ઞાન પોતાના જ્ઞાનપદને જ અભિનંદે છે. મતિજ્ઞાન પણ શાન સામાન્યને અભિનંદે છે. પાંચેય વિશેષ છે. શ્રુતજ્ઞાન પણ જ્ઞાનસામાન્યને અભિનંદે છે. સુઅવધિ છે એ પણ જ્ઞાનસામાન્યને અભિનંદે છે. મન:પર્યયજ્ઞાન પણ જ્ઞાનસામાન્યને અભિનંદે છે અને કેવળજ્ઞાન પણ જ્ઞાનસામાન્યને અભિનંદે છે. પાંચેય વિશેષજ્ઞાન એક જ્ઞાનસામાન્યને અભિનંદે છે. શાસ્ત્રમાં આવે છે.
મુમુક્ષુ :- આ નિશ્ચયભક્તિનું પ્રકરણ આવી જાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા, નિશ્ચયભક્તિ, આને નિશ્ચયભક્તિ કહે છે. પ્રશ્ન :- અવિચ્છિન્નપણે એટલે શું ?
સમાધાન ઃ– અવિચ્છિન્ન એટલે વચમાં ક્યાંય ત્રુટકપણું થતું નથી, તૂટતું નથી ક્યાંય. અમારું ધ્યાન તૂટતું નથી ક્યાંય એક ક્ષણ પણ તૂટ્યા વગર આત્મધ્યાન વર્તે છે. એકધારું ધારાવાહી. ધાર છૂટતી નથી, ધાર કર્યાંય તૂટતી નથી. એમ કહેવું છે. મુમુક્ષુ :– અવિચ્છિન્ન ધારા, આવે છે ને. ભેદજ્ઞાન ક્યાં સુધી ભાવનું...? પૂજ્ય ભાઈશ્રી :– અવિચ્છિન્ન ધારાપણે ભાવવું.
એ બધી જુદી દુનિયા છે. જ્ઞાનીઓના પરિણમનની આખી દુનિયા જ જુદી છે.