________________
૪૬૨
ચજહૃદય ભાગ-૫ અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી.” રાયચંદભાઈ પોતે, રાજચંદ્રજી પોતે ના પ્રણામ પહોંચે. કેવી રીતે પ્રણામ કર્યા છે ? કે
અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે. પોતાને વિષે અવિચ્છિન્નપણે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી અમે–પોતે જ વિશેષણ બહુ ઉચ્ચ કોટીનું વાપર્યું છે એટલે આ સંકલન કરનારાએ બાદ કરી નાખ્યું છે. કેમકે આત્મા તો પોતે પરમેશ્વર છે. કોઈ એવું પોતે જ પોતાના માટે પરમેશ્વરપદનું વિશેષણ વાપરી નાખ્યું હોય.
મુમુક્ષુ - આત્મા માટે વાપર્યું.
પૂજ્ય ભાઈશ્રી :- હા છે જ ને ! આત્મા પોતે પરમેશ્વર છે જ ને. પરમાત્માપણે છે. એ તો ભ્રાંતિએ કરીને બીજું લાગે છે. બાકી એ જ છે. પોતે સિદ્ધપદ છે એ તો.
“ના પ્રણામ પહોંચે. જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ.” ઘણા પ્રકારની સાંસારિક પ્રવૃત્તિ વર્તે છે. એવા યોગને વિષે હાલ તો રહીએ છીએ. “આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ.” આત્મસ્થિતિ તેને વિષે એટલે પોતાને વિષે, આત્માને વિષે. આત્મસ્થિતિ તેને વિષે એટલે પોતાને વિષે “ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી.ના ચિત્તને... એટલે પોતાના ચિત્તને પોતાની પરિણતિને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. આ બધી મસ્તી છે એમની ! પોતે જ પોતાને નમસ્કાર કરે છે. એવી અંદરની સ્થિતિ વર્તે છે કે પોતે જ પોતાને નમસ્કાર કરે છે.
મુમુક્ષુ :- આખો અભેદ લઈ લીધો.
પૂજ્ય ભાઈશ્રી - એ એક સ્થિતિ છે. પુરુષાર્થની એ એક સ્થિતિ છે. મોક્ષમાર્ગમાં આશ્ચર્યકારક સ્થિતિ છે કે પોતે વંદન કરે છે. પોતાની પરિણતિને પોતે વંદન કરે છે. એવી આશ્ચર્યકારક સ્થિતિ છે એમની. લોકોને અપરિચિત વિષય છે એટલે ખ્યાલમાં ન આવે એવો વિષય છે. પણ એ પરિસ્થિતિ એવી હોય છે કે પોતે જ આશ્ચર્યથી એને જુએ છે, પોતે જ એને બહુમાનથી જુએ છે, પોતે જ એને વંદન કરે છે. એવી એક સ્થિતિ છે. એવી પવિત્ર દશા છે ને ! એવું જે એમનું ચિત્ત એકદમ પવિત્ર દશા (વર્તી રહી છે. જેવો આત્મા પવિત્ર છે એવી જ પવિત્ર દશા વર્તે છે. એ પવિત્રતાને પોતે નમસ્કાર કરે છે. એવી વાત છે જરા. ઉત્કૃષ્ટપણે સ્થિતિ જોઈને.
શ્રી ના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે કરી