________________
૪૬૦
ચજહૃશ્ય ભાગ-૫
૩૬૯. બધુંય હરિને આધીન છે. પત્રપ્રસાદી પ્રાપ્ત થઈ છે. અત્ર સમાધિ છે. વિગતથી પત્ર હવે પછી, નિરૂપાયતાને લીધે લખી શકાતો નથી.” વાત કરવાનું મન થાય છે તો પણ વાત અધૂરી રહી જાય છે. આ બે લીટી થાય. બધા એકસાથે વાક્ય લખો તો માંડ બે લીટી પૂરી થાય. બે લીટીમાં પત્ર પૂરો કરી નાખ્યો છે. તમારી પત્રની પ્રસાદી પ્રાપ્ત થઈ છે. કેટલો Response આપે છે ! બધુંય હરિને આધીન છે.' હવે એ ગૂઢ વાત રાખી દીધી પાછી એમને. બધું હરિને આધીન છે એમ કરીને વાત કહી દીધી). બધું કુદરત જે પ્રમાણે કરે છે, કુદરતાધીન જે થાય છે તે બધું થાય છે.
મુમુક્ષુ - આ હરિ શબ્દ હોય ત્યાં મુમુક્ષુ મુંઝાય જાય છે. પૂજ્ય ભાઈશ્રી - હા, મુંઝાય જાય છે. મુમુક્ષુ :- આપણે અર્થ કર્યો કે કુદરત' એટલે બહુ સરળ લાગે છે. પૂજ્ય ભાઈશ્રી :- બસ, પછી તમારે ક્યાંય અટકવું નહિ પડે. મુમુક્ષ - ઉપર લખ્યું છે, નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ.. પૂજ્ય ભાઈશ્રી :- ભેદ રહિત એવા અમે. અમે તમારી જેવા જ છીએ કોઈ અંતર અમે નથી રાખ્યું. અમારું હૃદય ખોલી તમને આપી દીધું એમ કહે છે. ભેદ રહિતપણે વાત કરી છે. અમારી જે હૃદયની વાત છે એ તમને કહી દઈએ છીએ. એટલે ઠેઠ “ઈડર' લઈ જઈને છેક સુધીની વાત કરી છે ને ! અનંત ભવ છેદી નાખ્યા, એ તો કામ થઈ ગયું ને !