________________
૪૫૮
ચજહૃદય ભાગ-૫
થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, ક્યાંક ક્યાંક થાય છે. અને એના બે કારણ હોય છે કે એક તો સામા (જીવ) પર એમને વિશેષ કરુણા પણ હોય છે કે આ જીવને આવો આત્મલાભ થાય. જો આ વાત એના ધ્યાનમાં આવે તો એવી પાત્રતા છે. એટલે કોઈ જીવ સન્માર્ગ પ્રતિ વળવા તૈયાર થાય, સન્માર્ગમાં ગતિમાન થવા તૈયાર થાય તો જ્ઞાની એકદમ ધમસ્તિકાય જેવું કામ કરી ચે છે. એટલે તો એનું નામ ધમસ્તિકાય આપ્યું. ચાલવા તૈયાર થાય એને સીધો આધાર આપે છે. જેમ માછલાને પાણી આધાર છે ચાલવા માટે, નહિતર માછલું ક્યાં ચાલે ? એમ આ આધાર મળી જાય છે. ધમસ્તિકાયવતુ.
મુમુક્ષ :- “ગુરુદેવશ્રી' તીર્થકર છે એમ પોતે કીધું તે તો બીજાને પ્રેરણા મળે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, પોતાની મોટાઈ કરવા માટે નથી કીધું. પોતાની લડાઈ બતાવવા માટે કે અહંમપણું કરવા માટે નથી કહ્યું. પહેલા તો એ ગુપ્ત રાખતા હતા. પહેલાં ગુપ્ત રાખતા હતા. કોઈ પૂછે તો કહે, વ્યક્તિગત વાત ન પૂછવી. એમ કહી દે.
મુમુક્ષુ :- ૨૦૨૫ વર્ષ ગુપ્ત રાખ્યું.
પૂજ્ય ભાઈશ્રી – હા. એમ કહ્યું. ૨૫ વર્ષ સુધી તો એમ કહ્યું કોઈ પૂછે તો કહે, તમારે વ્યક્તિગત ન પૂછવું. બીજી તત્ત્વની વાત પૂછો, એમ કહી દે. પછી છેલ્લે છેલ્લે આયુષ્યના ઉત્તરાર્ધમાં એ વાત ખુલ્લી મૂકી અને તે પણ બીજાના હિતને અર્થે ખુલ્લી મૂકી કે આવનારને વિશેષ શ્રદ્ધા થાય અને એ વિશેષ એ વાતને બહુમાનથી લક્ષમાં લે. એમના જે વચનો, એમના જે ભાવો એને બહુમાનથી લક્ષમાં લે અને લેશે એમ સમજીને, એમ જાણીને એ વાત કરી. | મુમુક્ષુ :- બીજાને કહેવાનું મન થાય એ જે વાત થઈ ને, તો આવો ભાવ તો આચાર્યને પણ શાસ્ત્ર લખવામાં એ જ ભાવ છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ જ છે. શાસનનો જ વિકલ્પ છે. મુમુક્ષુ - ભગવાનની વાણીનો ઉદય ગણો તો...
પૂજ્ય ભાઈશ્રી :- ગણધર સુદ્ધાં. ભગવાનને તો વિકલ્પ નથી. પણ પૂર્વે એ વિકલ્પ ભાવ્યો છે એને લઈને ઉદય આવે છે. છસ્થ દશામાં બીજા જીવો પ્રત્યેની