________________
પત્રાંક ૩૬૮
વાત છે. આ ચાલતી દશાની વાત લીધી છે.
સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ...' પોતાને આશ્ચર્ય થાય છે. અંદરથી શક્તિનો સાગર ઊછળ્યો છે, હિલોળા લેવા માંડ્યો છે, આખો દરિયા ફાટ્યો છે. એ અમારી પરિસ્થિતિ તો આશ્ચર્યકારક છે ! તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી.' કોને કહીએ ? આ વાત કોઈને કહી શકીએ (એવું) કહેવાનું સ્થળ નથી, સ્થાન નથી. એવી અમારી આત્માની અસાધારણ પરિસ્થિતિ છે.
૪૫૭
ઘણા માસ વિત્યાથી...' આજ પરિસ્થિતિમાં ઘણા મહિના વિત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.' કે આટલી વાત તમને આજે અંદરની કરી. અમારી સ્થિતિ આખી જુદી છે. ઘણા વખતથી લખીએ છીએ કે કાંઈ બીજું લખાતું નથી, અમે કાંઈ જવાબ દેતા નથી એનું કારણ આ છે કે અંદરમાં કોઈ કરંટ જ બીજો ચાલે છે કે જે બીજું કોઈ કામ ક૨વા દેતો નથી.
મુમુક્ષુ :– આ તો હજી શરૂઆત છે.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો પછી તો જામતી જાય છે ને ! દશા જામતી જાય છે. પોતે મોક્ષની નિકટ જતા જાય છે.
મુમુક્ષુ :- પાંચ માસ થયા.
પૂજ્ય ભાઈશ્રી :– પાંચ માસ થયા એટલે આવા કેટલાક મહિનાથી જરા પુરુષાર્થ જોરથી ઊપડ્યો છે, એમ કહે છે. ૨૫ મા વર્ષમાં એ દેખાય છે. એક વર્ષ પછી પુરુષાર્થનો તબક્કો ઘણો સારો છે. આવા જબ્બર પુરુષાર્થમાં આવ્યા પછી મુનિદશા નથી આવતી તો એનો ખેદ હજી આવશે કે અહીંયાં ને અહીંયાં ક્યાં પડ્યા છીએ હજી અમે ? એટલી બધી પોતાની તૈયારી છે.
&
નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ.' તમે કાંઈ અંતર ગણશો નહિ. તમારી સાથે અમે અંતર ઓછું કરીને આ બધી અંદરની વાતો લખી છે. તમારી શ્રદ્ધાને પણ અહીંયાં થોડો ફટકો માર્યો છે. તમે શંકા કરશો નહિ અને થોડી અમારી અંદરની વાત પણ તમને કરી દીધી છે કે તમે જેને ઈશ્વર ગણો છો, તમારી જેવી જે પ્રકારની શ્રદ્ધા છે, અમે તો એ પ્રક૨ણમાં પણ ઉદાસ છીએ. તો અમારું અંદરનું પરિણમન કેવી રીતે કેમ ચાલતું હશે ? એ થોડું તમારે ધ્યાન દેવા જેવું છે.
મુમુક્ષુ :– આટલું બધું જ્ઞાન થયા પછી કોઈને દિલ ખોલીને વાત કરવાનું મન