________________
પત્રાંક-૩૬૮
૪૫૫ લખવા બેસે (એ) બહુ ઉતાવળની વાત છે.
હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ.... અહીંયાં થોડું Misprint લાગે છે. આત્માપણે વર્તીએ છીએ એમ હોવું જોઈએ. હાલ એટલે હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ, એટલે કોઈ પ્રકારની શાનવાત પણ જણાવી શકાતી નથી....' આત્મભાવ, આત્માપણે એવી રીતે વર્તીએ છીએ....
મુમુક્ષુ – હિન્દીમાં, અભી તો હમ ઇસ સ્થિતિમેં રહતે હૈં, એમ છે. પૂજ્ય ભાઈશ્રી :- એવી સ્થિતિમાં. મુમુક્ષુ :- અહીંયાં જેવા સંજોગો છે એ પ્રમાણે લખ્યું. પૂજ્ય ભાઈશ્રી :- ઠીક છે, એ બેસે છે. એટલું બેસે છે.
એટલે કોઈ પ્રકારની જ્ઞાનવાત પણ જણાવી શકતી નથી; પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે? ઠીક ! ગૃહસ્થદશામાં છે પણ મોક્ષ તો હાથવેંતમાં જુએ છે. એવો પુરુષાર્થનો કરંટ ચાલે છે અંદરમાં ! પુરુષાર્થ ચાલે છે એટલે એક આત્માના ચૈતન્ય ચમત્કારનો એક કરંટ છે. અહીંયાં ક્યારેક ક્યારેક એક દષ્ઠત લઈએ છીએ. આ “સીતાજીના સ્વયંવરનો. જનક રાજાએ એમનો સ્વયંવર ગોઠવ્યો એમાં એક કામ કરવાનું હતું કે જે ધનુષ ઉપાડે એની સાથે સીતા ને પરણાવાની છે. તો મોટો મોટા માંધાતાઓ અને બાહુબળવાળા, શરીર શક્તિવાળા કેટલાક તો નજીક જ નહોતા જઈ શકતા. એ ધનુષ્ય વિદ્યાથી સાધિત હતું એટલે એનો કરંટ હતો કે નજીક જાયને ત્યાં ઊડીને પાછા પડે. ઈલેક્ટ્રીકનો આંચકો લાગે ને કેમ ફેંકાય, એમ ફેંકાય ફેંકાયને પાછા પડે. એમ કોક નજીક જતા હતા તો અડી નહોતા શકતા. અડવા જાય ત્યાં ઊડીને પાછા પડે, અને “રામચંદ્રજી એ તો ઉઠવ્યું નહીં, ઉઠવતાવેંત ટુકડા કરી નાખ્યા. તો એની શક્તિમાં બહુ મોટો આંતરો હતો. એ બધા શૂરવીર યોદ્ધાઓ રાજાઓ હતા પણ “રામચંદ્રજી ની શક્તિમાં અને એમાં બહુ મોટો આંતરો હતો.
એમ આમની શક્તિ કેટલી મોટી છે એ સમજવાની જરૂર છે. સામર્થ્ય કેટલું હતું કે મોક્ષ તો અમને કેવળ નીકટપણે વર્તે છે ! હાથવેંતમાં મોક્ષ છે એટલો અંદરમાં પુરુષાર્થનો કરંટ ચાલે છે કે આ પુરુષાર્થ એવો છે કે મોક્ષ લેવો એ કોઈ મોટી વાત નથી અમારા માટે. મોક્ષ સુધી પહોંચી જવું એ કોઈ મોટી વાત નથી. એ એમના પ્રત્યક્ષ પોતાના પુરુષાર્થના ચાલતા અનુભવ ઉપરથી વાત કરે છે. કોઈ ફેંકાફેકીની