________________
પત્રાંક–૩૬૮
૪૫૩ પૂજ્ય ભાઈશ્રી :- હા, શાસ્ત્રો જેવા છે. પણ છતાં એનું એક બીજું પાસું પણ છે. એક વ્યક્તિગત પત્રો પણ છે. એટલે કેટલીક વાત એ પણ છે એની અંદર, એ પ્રકાર પણ છે એની અંદર. એમ બને વાત બરાબર સમક્ષ રાખીને પછી એનું તોલન કરવું જોઈએ. નહિતર તુલના કરવા માટે ગોથું ખાય જાય છે. | મુમુક્ષુ :- આ જે ગૂઢ રહસ્ય છે, અંતર હૃદય છે, એ જણાયા વગર એવું થાય બધા એમ કહે આને પણ મનાય, આને પણ મનાય, બધાને મનાય.
પૂજ્ય ભાઈશ્રી – હા. કંઈક પ્રકારે પછી એ જેવી જેની યોગ્યતા. કોઈ કેવી કલ્પના કરે છે, કોઈ કેવી કલ્પના કરે છે, કોઈ કેવી કલ્પના કરે છે. એમ બધા યથાર્થપણે ઓળખે છે એવું નથી દેખાતું. એમની ઓળખ હોય એવું નથી દેખાતું.
મુમુક્ષુ :- કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રમાં પણ ચાલે એમ છે.
પૂજ્ય ભાઈશ્રી :- ચાલી જાય. એ થાય, કોઈ ચમત્કારમાં ચાલ્યા જાય છે. કોઈ વિપરીત પરિણમીને એમ કહે છે કે આવી ભૂલ છે. સિદ્ધાંત શાસ્ત્રોમાં તો ઘણી બીજી વાત છે, આવી વાત નથી. એવું પણ અનેક રીતે લોકો વિચારે છે.
મુમુક્ષ – ગુરુદેવ' ને સેંકડો વખત શ્રીમદ્જી વિશે પ્રશ્નો થયા છે પણ મક્કમતાથી મહાપુરુષ છે એક જ વાત કરતા.
પૂજ્ય ભાઈશ્રી :- એમાં શું છે વિચારવા જેવો મુદ્દો એટલો છે, જે એનું મહત્વ છે, કે શુદ્ધોપયોગ એમનેમ થતો નથી. ગુરુદેવ બહુ સ્પષ્ટ કહે છે કે થોડો પણ વિપર્યાસ રહી જાય. અજ્ઞાન અને મિથ્યાત્વ સંબંધીનો મંદ, થોડો સૂક્ષ્મ પણ વિપર્યાસ રહી જાય ત્યાં સુધી ઉપયોગ અંતર્મુખ વળીને સ્વાનુભવ કરતો નથી. '
શદ્ધોપયોગ થવો એ કોઈ બચ્ચાના ખેલ નથી. એ બધા વિપયરથી મુક્ત થઈને જીવ પોતાના પુરુષાર્થના કોઈ અપૂર્વ પરાક્રમની દશાએ પહોંચે છે ત્યારે એકવાર એ આખા જગતથી તો છૂટો પડે છે એમ નહિ, પોતાના દેહથી પણ છૂટો પડે છે અને ભાવેન્દ્રિયથી પણ છૂટો પડે છે. દેહ દ્રન્દ્રિય સ્વરૂપ છે પણ ભાવેન્દ્રિયથી પણ છૂટો પડે છે. એ જે દશાએ પહોંચે છે જે મહાત્મા, ધર્માત્મા એ કોઈ બચ્ચાનખેલ નથી. - એ દશાએ એ પહોંચ્યા છે એટલું જ નહિ, એમનો એટલો બધો પુરુષાર્થ વર્તે છે કે આ કાળમાં આ ક્ષેત્રે ન હોત તો એ ચરમશરીરી હોત કદાચ. એટલો તો એમનો ગૃહસ્થદશામાં ૨૪ વર્ષે ભરયુવાનીમાં સમ્યગ્દર્શન થયા પછી ૨૫માં વર્ષે