________________
૫૪
રાજદય ભાગ-૫ એટલો પુરુષાર્થ છે એ એમના પત્રો બોલે છે. આત્મિક પુરુષાર્થ એના પત્રો બોલે છે. છે, હજી આવશે.
અહીંયાં બીજો જ પેરેગ્રાફ આવે છે, હવે એ જ વાત આવે છે. કેટલો પુરુષાર્થ છે એ આ જ પેરેગ્રાફમાં આવે છે. એવા જબરજસ્ત પુરુષાર્થતંત મહાત્માપુરષોને વિષે કોઈપણ જરાક પણ આડુંઅવળું થઈ જાય એટલે એનો અનાદર અને અવિનય થઈ જાય. એટલે કે કાંઈ આડુંઅવળું એમના વિષે વિચારવું એ નાના મોઢે મોટી વાત છે. સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુ જીવે એમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
મુમુક્ષુ - પોતાની સમજણ પ્રમાણે યત્ન કરે. - પૂજ્ય ભાઈશ્રી :- સમજણ પ્રમાણે માપી લેવું અને માપીને એનું Judgement આપી દેવું એ થોડી વધારે પડતી વાત છે. એ અધિકાર બહારની વાત છે. બીજી રીતે કહીએ તો એ પોતાનો અધિકાર નથી. એ અધિકાર બહારની વાત કરે છે. પોતાની ફરજ તો સમજવાનો પ્રયત્ન કરવું એટલી જ છે. આથી વધારે એણે આગળ નહિ વધવું જોઈએ. જિજ્ઞાસામાં રહે તો બચી જાય, તોપણ Judgement આપવા બેસે તો એ સ્થાન એનું નથી, મુમુક્ષુઓનું એ સ્થાન નથી. | મુમુક્ષુ - એક તરફથી જ્ઞાની ગણીને એના લખાણને વાંચવા બેસે, બીજી તરફ પાછો પોતાનો અભિપ્રાય Apply કરે. . !
પૂજ્ય ભાઈશ્રી - અને કેટલા લખાણ તો એવા છે સિદ્ધાંતસૂત્ર જેવા. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પામે જે પરમાર્થને તે વ્યવહાર સમંત” નિશ્ચય અને વ્યવહાર. પરમાર્થ એટલે નિશ્ચય. બે કડીમાં ફેંસલો કરી નાખ્યો. સામર્થ્ય કાંઈ થોડું નથી.
મુમક્ષ :- અરે.... આગળ તો આચાર્ય જેવા કથનો આવે છે. પૂજ્ય ભાઈશ્રી :- એવા તો કેટલાય સૂત્ર સિદ્ધાંત આપ્યા છે. એક-બે નહિ. એવા તો સંખ્યાબંધ સિદ્ધાંતો એવા છે કે આજે કોઈપણ ઊભો રહી જાય. Authentic જેને કહીએ, આધારભૂત વચનો કહીએ એવા વચનો છે. હવે એ ક્યાંથી નીકળ્યા અને કેમ નીકળ્યા ? એનો તો કોઈ વિચાર કરે નહિ કે આનો ઉદ્ભવ ક્યાંથી થયો? એ સમજી ન શકે એની શક્તિને, એમના ગુણને સમજી ન શકે અને સીધું Judgement