________________
૪૬૬
ચજહદય ભાગ-૫ વર્તે છે એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો). હવે પોતાનું દુનિયાનું નામ નથી લખતા. બોધપુરુષના યથાયોગ્ય વાંચશો.” પેલાને પણ શ્રદ્ધા બેસી છે કે આ મહાપુરુષ છે. જે પત્રવ્યવહાર ચાલ્યો છે એમાંથી એ વાત સિદ્ધ થાય છે.
અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે; અને બાહ્ય પ્રત્યે ઉપાધિજોગ વર્તે છે; તમારાં આવેલાં ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે, અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી.' ત્રણ પત્ર આવ્યા પછી આટલો જવાબ લખે છે કે અંદરમાં સમાધિ એવી રીતે વર્તે છે. બહારમાં ઉપાધિ એવી રીતે વર્તે છે કે તમારા ત્રણ ત્રણ પત્રો આવ્યા છતાં તમને ઉત્તર નથી લખ્યો.
“આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય.... લોકભાવના એટલે લોકસંજ્ઞા. લોકસંજ્ઞાના અર્થમાં અહીંયાં લોકભાવના શબ્દ વાપર્યો છે. એટલે મુમુક્ષુને માટે એ વાત લીધી કે સામાન્યપણે બધા જીવને લોકસંજ્ઞા અનાદિથી છે જ. હવે મુમુક્ષુજીવને પણ ધર્મપ્રવૃત્તિ લોકસંજ્ઞાએ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી એને ધર્મ પરિણમતો નથી. અથવા આ જીવે અનેક ધાર્મિક કાર્યો કર્યા છતાં એને ધર્મ નથી થયો એનું કારણ લોકસંજ્ઞાપૂર્વક એણે ધર્મ કર્યો છે, લોકસંજ્ઞા સહિત ધર્મ કર્યો છે માટે એને ધર્મનું ફળ નથી આવ્યું. ધાર્મિક કાર્યોનું ફળ જે ધર્મનું પરિણમન, એ નથી આવ્યું.
પ્રશ્ન :- લોકભાવના એટલે પર સાથે એકત્વબુદ્ધિ ?
સમાધાન :- નહિ. લોકભાવનામાં લોકો તરફની નજર. લોકો શું કહેશે ? લોકોમાં શું લાગશે ? લોકોમાં મારું સ્થાન શું રહેશે ? લોકો શું ગણશે ? આમ કરીશ તો લોકો શું ગણશે ? આમ કરીશ તો લોકો શું ગણશે ? આમ જે લોકસંજ્ઞા છે એ જીવને ધર્મ પામવા દેતી નથી. અને એ લોકભાવના બંધ કરવા માટે, ઓછી થવા માટે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થવું જોઈએ. આ એમને આ રોગનો ઈલાજ બતાવ્યો છે કે આ લોકસંજ્ઞા છે એ જીવને બહુ મોટો રોગ છે અને એના માટે ઘણા વખત સુધી સત્સમાગમમાં રહેવું અને એ વિષય ઉપર વારંવાર વિચારવું કે જીવને ક્યાંય પણ લોકસંજ્ઞા કેવી કેવી રીતે થઈ જાય છે ? જ્યાં ત્યાં કેવી રીતે થઈ જાય છે લોકસંજ્ઞા ? એ ખૂબ સારી રીતે વિચારવું. કેમકે આ લોકસંજ્ઞાનો જામી ગયેલો કાટ છે, ઉખાડવો મુશ્કેલ પડે એવો જામી ગયેલો આ કાટ છે. કેમકે એ એવી રીતે