________________
તા. ૧૪-૧૨-૧૯૮૯, પ્રવચન નં. ૧૦૫ પત્રાંક - ૩૭૧, ૩૭૨ અને ૩૭૩
પત્ર-૩૭૧. થોડું ચાલ્યું છે ફરીવાર લઈએ. ‘શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે, નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો.' નિરંતર જેને સ્વરૂપમાં અભેદતા વર્તે છે એને અભેદધ્યાન કહે છે. અભેદ પરિણતિ દ્વારા અભેદતા વર્તે છે એવો જે આત્મબોધ છે એના યથાયોગ્ય વાંચશો. જે તમને યોગ્ય લાગે.
અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે; અને બાહ્ય પ્રત્યે ઉપાધિજોગ વર્તે છે; તમારાં આવેલાં ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી.' અંદર-બહારની સ્થિતિનું કારણ બતાવ્યું છે કે બહારમાં વ્યવસાયની પ્રવૃત્તિ વિશેષ છે. છતાં અંદરમાં અમારો આત્મા સમાધિભાવે પરિણમે છે. તમારા ત્રણેક પત્રોના ઉત્ત૨ દેવાયા નથી.
મુમુક્ષુ :– કષાયરસનો નાશ થયો છે પણ બહારમાં પ્રવૃત્તિમાં કષાય દેખાય. પૂજ્ય ભાઈશ્રી :– હા, બરાબર છે. બહારમાં બિલકુલ રસ નથી. પ્રવૃત્તિ કષાયયુક્ત દેખાય છે તોપણ એમાં ૨સ નથી. પોતે નીરસ છે, લુખ્ખા પરિણામ છે એમ કહો, નીરસ પરિણામ છે એમ કહો, પોતાનું અસ્તિત્વ એમાં અનુભવતા નથી એમ કહો, એ રીતે એ ભિન્ન પડી ગયા છે, એમ કહો. બધું લાગુ પડે છે.
આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; અથવા લય પામે.' એવો આ વિષમકાળ છે કે ઘણા વખત સુધી મુમુક્ષુજીવને સત્સંગનું સેવન થવું આવશ્યક છે. એના પરિણામમાં કાંઈક યોગ્યતા પ્રાપ્ત થાય, પાત્રતા આવે એના માટે ઘણા લાંબા સમય સુધી સત્સંગનું સેવન કરવું, એ આ કાળની પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. નહિતર જો એમ કરવામાં ન આવે તો બહારની પરિસ્થિતિ અનેક પ્રકારના સંયોગની એવી