________________
૪૬૮
રાજહૃદય ભાગ-૫ લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. તે ભલે ગમે તેવો હોય તો પણ એને દુઃખનું જ કારણ થવાનું છે. એને કોઈ રીતે સુખ થવાનું નથી. જુઓ ! ૫૧૬ લ્યો. ૫૧૬, પાનું ૪૧૫. ૫૧૬ માં છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લે છેલ્લે લખે છે. “વર્ધમાન સ્વામીની વાત લીધી છે. તે વિચારીને ફરી ફરી તે ચર્ચા કાર્યો કર્યો, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ...... હવે અહીંથી આ વાત લીધી છે. અથવા તો. એક તો પેલી વાત જુદી છે. બે વિષય લીધા છે. બે કારણ લીધા છે એમાં એક કારણ પૂરું કર્યું. અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી.' એને તો લોકસંજ્ઞા રાખીને કલ્યાણ કરવું છે. એનો બીજો અર્થ એ છે કે એને પોતાનું કલ્યાણ જ કરવું નથી. આમ છે. એટલે બધું કાર્ય એણે લોકસંજ્ઞા સાથે રાખીને કર્યું. કહે છે કે આ એક જ તને ધર્મમાં પ્રવેશ નહિ કરવા દે, તને કલ્યાણમાં પ્રવેશ નહિ કરવા દે. ઘણી જગ્યાએ એમણે આ વાતો લીધી છે અને બહુ સારી રીતે આ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે.
મુમુક્ષુ :- સમાજ સુધરે ને !
પૂજ્ય ભાઈશ્રી :- સમાજ સુધરે એમ ને ! પોતે ભલે બગડે ! એ તો અનાથ પોતે બીજાને સનાથ કરવા માગે છે, એમ છે. પોતે ભિખારી છે, પોતે ભીખ માગતો છે અને અબજોના દાનની વાત કરે છે. અબજો આપી દઉં. હું તો અબજો આપી દઉં. પણ હવે તું ભીખ માગે છે, તું લાંબો હાથ કરે છો. એ બધી, એવી બધી બાલિશ વાતો છે. એવી રીતે પોતે બગડીને સમાજ સુધારવાની વાત કરે એ તો તદ્દન બાલિશ વાતો છે, બાળકો જેવી વાત છે. | મુમુક્ષુ :- આ જે કાંઈ વાંચન-મનનના પુણ્ય કાર્ય કરીએ છીએ એ ધર્મકાર્ય કેવી રીતે કરવા ?
પૂજ્ય ભાઈશ્રી - એમાં શું છે કે એવી જે પોતાની છાપ ઊભી થાય છે. માણસ જે કરે એવી છાપ તો સમાજમાં ઊભી થવાની જ છે. સમાજ વચ્ચે રહેલો માણસ છે, કોઈપણ વ્યક્તિ એના સમાજ વચ્ચે રહેલી છે. પછી દરેકને પોતપોતાનો સમાજ