________________
પત્રાંક–૩૬૯
૪૫૯
કરુણાની ભાવના આવી છે. એટલે અરિહંત પદમાં પણ વાણીનો યોગ થાય છે. બાકી ગણધર સુધી તો, ગણધર ભગવાન જે શ્રુતની રચના કરે છે એ શાસનને કારણે છે. પોતે તો અંતર્મુહૂર્તમાં અગિયાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરે એટલું સામર્થ્ય છે. એમને બીજું શું ભણવાનું બાકી છે ? અને જેટલું દિવ્યધ્વનીમાંથી પોતે ગ્રહણ કર્યું છે એ જ્ઞાનના અનંતમાં ભાગે તો બાર અંગમાં આવે છે. બા૨ અંગ એ તો એમના જ્ઞાનનો અનંતમો ભાગ છે.
મુમુક્ષુ :- બાર અંગનો.
પૂજ્ય ભાઈશ્રી :- હા. જે વાણીમાં આવ્યું છે અને જ્ઞાનમાં આવે છે એના અનંતમાં ભાગે આવે છે. એટલું જ્ઞાન તો વિશાળ છે. કેમકે આ તો મર્યાદિત છે ને ! જ્ઞાન અનંતુ છે, અમર્યાદિત છે અને આ બાર અંગ તો મર્યાદિત થઈ ગયું. એટલે અનંતમા ભાગે જ થાય ને ! એ તો કેવળજ્ઞાનથી અનંતમા ભાગે તો દિવ્યધ્વનિમાં આવે છે અને એના અનંતમાં ભાગે બાર અંગમાં આવે છે. એમ છે. એનું Grasping તો દિવ્યધ્વનીનું બધું Grasp ક૨વાનું છે.
પત્રાંક - ૩૬૯
મુંબઈ, વૈશાખ વદ ૯, શુક્ર, ૧૯૪૮
બધુંય હિરને આધીન છે. પત્રપ્રસાદી પ્રાપ્ત થઈ છે.
અત્ર સમાધિ છે.
વિગતથી પત્ર હવે પછી, નિરુપાયતાને લીધે લખી શકાતો નથી.