________________
પત્રાંક-૩૭૦
૪૬૧
પત્રક - ૩૭૦
મુંબઈ, વૈશાખ વદ ૧૧, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે.
અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી...ના પ્રણામ પહોંચે.
જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રીના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. .
ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની છે જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે છે તો આટલું લખી અટકીએ છીએ.
૩૭૦. “હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે ઘણી આત્મીયતા પોતાને વર્તે છે. એટલે છેલ્લા છેલ્લા બધા વિશેષણમાં હૃદયરૂપ... હૃદયરૂપ એવા વિશેષણ વાપર્યા છે. એ એમની સાથેની આત્મીયતા દર્શાવી છે. '
મુમુક્ષુ - વાત્સલ્ય.
પૂજ્ય ભાઈશ્રી :- હા. વાત્સલ્ય અને તમારી સાથે હવે કોઈ પડદો નથી રાખતા. ભેદ નથી રાખતા એટલે વાતમાં પડદો નથી. ખોલીને, અમારું અંતર ખોલીને વાત કરીએ છીએ. એટલો વિશ્વાસ મૂક્યો છે. સામાને પણ એટલો જ એમના પ્રત્યે બહુમાનનો ભાવ આવે છે. ઓ.હો...હો.. મારા ઉપર કેટલી કૃપા ! કે પોતાનું હૃદય ખોલીને કહે છે એમ.
મુમુક્ષુ - આ તો મોટી ઉંમરના હતા એમનો ફોટો છે ને વડવામાં..
પૂજ્ય ભાઈશ્રી - હા, એ તો વૃદ્ધ હતા. આ તો યુવાન હતા, પેલા વૃદ્ધ હતા. ઘણું અંતર છે. “વડવામાં છે. અહીંયાં છે, અગાસમાં છે. “સાયલામાં છે. લગભગ ઘણી ખરી જગ્યા છે.