________________
૪૫૨.
ચજહદય ભાગ-૫ “આવું જે અમારું લખવું છે તે વાંચી કોઈ પણ પ્રકારે સંદેહ.' એટલે અમારા ઉપર તમને શંકા પડે એવું તમારે વિષે યોગ્ય નથી. એટલે એવું તમે જરૂર નહિ કરો. એવું તમને નહિ થાય એ આશા રાખીને આટલી વાત તમારી શ્રદ્ધાની છેડી છે. નહિતર માણસને કોઈની શ્રદ્ધા વિરુદ્ધ વાત કરો એટલે તે તરત જ તે અમાન્ય કરી નાખે. આપણને આ માન્ય નથી, આ વાત આપણે નથી માનતા. પોતાની શ્રદ્ધાથી વિરુદ્ધ વાતને સ્વીકારવા જીવ તૈયાર ન થઈ શકે. આ એક કુદરતી કોઈપણ શ્રદ્ધાવાનની પરિસ્થિતિ છે.
આત્માને શ્રદ્ધા નામની જે શક્તિ છે એ શ્રદ્ધાનું જે પરિણમન છે એ કોઈ ને કોઈ પ્રકારે, મિથ્યાત્વમાં અસંખ્ય પ્રકાર છે, એ કોઈ ને કોઈ પ્રકારે ચાલતું જ હોય છે. એટલે કોઈ જીવ સંસારમાં મિથ્યાશ્રદ્ધા વિનાનો નથી. કોઈને શ્રદ્ધા નથી એને મિથ્યાશ્રદ્ધા નથી એવો કોઈ જીવ નથી. એક સમ્યક્દૃષ્ટિને શ્રદ્ધા સમ્યફ થઈ છે એને પોતાના સ્વરૂપમાં રહેલા અનંત સામર્થ્યનો શ્રદ્ધામાં સ્વીકાર થઈ ગયો છે. એવા એક ફક્ત સમ્યક્દૃષ્ટિ આ શ્રદ્ધાના પરિણમનની અંદર જુદાં પડે છે.
મુમુક્ષુ :- શ્રીમદ્જી'નું આ ગૂઢ જે અંતરંગ હૃદય છે એને ન જણાય તો પછી. જો પત્રો વંચાય એમાં અત્યારે ઘણો
પૂજ્ય ભાઈશ્રી :- ખુદ “શ્રીમદ્જી' ઉપર લોકો શંકા કરે છે. શંકા કરે છે એટલે આપણા મુમુક્ષભાઈઓ પણ શંકા કરે છે– શ્રીમદ્જીમાં તો ઘણી બીજી ગડબડ છે. એમ કહે, તમે આટલું બધું “શ્રીમજીને મહત્વ આપો છો પણ અમને તો એવું લાગે છે કે એમનામાં ગડબડ પણ છે. અત્યારે કહેવું પડે કે ભાઈ !) એ વાત એટલી બધી ઉપરછલ્લે નજરમાં આવે એવી નથી. બહુ ધ્યાનથી બહુ ઊંડા ઊતરીને એમના વિષયમાં જો સમજવામાં આવે તો એવી શંક અસ્થાને છે. | મુમુક્ષુ :- આ તો પત્રનો સંગ્રહ જ છે એવું સમજીને નથી વાંચતા, ગ્રંથ સમજીને વાંચે છે.
પૂજ્ય ભાઈશ્રી – હા, શાસ્ત્ર સમજીને વાંચે છે, શાસ્ત્ર સમજીને વાંચે છે. બીજું, પત્રની અંદર પણ તેમણે અધ્યાત્મના, દ્રવ્યાનુયોગના, કરણાનુયોગના, ચરણાનુયોગના, કથાનુયોગના ચારે અનુયોગના સિદ્ધાંતો પાછા રાખી દીધા છે.
મુમુક્ષુ – આમ તો શાસ્ત્રો જેવા છે.