________________
૪૫૬
ચહદય ભાગ-૫
વાત નથી.
પ્રશ્ન :- અત્રપણે એટલે ઉદયાધીન ?.. સમાધાન :- એમાં હિન્દીમાં એવો અર્થ નીકળે છે. ઇસી સ્થિતિમેં રહતે હૈં.
મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાત છે. એમાં કોઈ શંકાથી નથી કહેતા. શંકા નથી રહી, અનુમાન કરતા નથી. અમારે વર્તમાન ચાલતી. પુરુષાર્થની સ્થિતિને જોઈને વાત કરીએ છીએ. એ પ્રકરણ જ જુદું છે.
જેમ સમયસાર છે એ જ્ઞાનપ્રવાદ અંગમાંથી, પાંચમું જે અંગ છે જ્ઞાનપ્રવાદ નામનું અંગ છે, એમાંથી રચેલું શાસ્ત્ર છે એટલે એ શૈલીનું શાસ્ત્ર છે. એમ જ્ઞાનપ્રવાદ, દૃષ્ટિપ્રવાદ, વીર્યપ્રવાદ એ આપણે હમણા પૂજા કરી ને ? બાર અંગ ને શ્રુતજ્ઞાનની એમાં એ બધા નામ આવે છે. એમાં એ આખું પ્રકરણ જુદું છે. પુરુષાર્થનું, વીર્યનું પ્રકરણ જ જુદું છે. કેમકે મોક્ષમાર્ગમાં શ્રદ્ધા-જ્ઞાન તો થઈ ચૂક્યા છે. હવે અધિકાર પુરુષાર્થનો જ છે. દૃષ્ટિ બધાને સરખી છે.
બે ક્ષાયિક સમ્યક્દષ્ટિ હોય-એક અંતર્મુહૂર્તમાં કેવળ લે. એકને હજારો વરસ લાગે. ક્ષાયિકદષ્ટિ સરખી છે. ક્ષયોપશમજ્ઞાન, સ્વસંવેદન શાન સમ્યકજ્ઞાન, કૃતજ્ઞાન સરખે છે તોપણ પુરુષાર્થ સ્વતંત્ર કામ કરે છે. અને જેટલો પુરુષાર્થ તેજ એટલી મોક્ષ નજીક. - એ પોતાના પુરુષાર્થને પકડીને એમ કહે છે કે નિઃશંક છે કે અમે અલ્પકાળમાં મોક્ષ પામવાના છીએ, એમ કહે છે. એટલું નિકટપણે વર્તે છે એટલું ન કહ્યું. એ તો નિઃશંક વાત છે. એમાં કોઈ શંકાને અવકાશ નથી, ગુંજાઈશ નથી કે બહુ જલ્દીમાં અમારો મોક્ષ છે. ; “અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી,...” ક્યાંય રોકાતું જ નથી ને ! અમારું ચિત્ત ક્યાંય બંધાતું નથી. ભલે ઉપયોગ જાય છે પણ ક્યાંય પ્રતિબંધ પામતા નથી. ક્યાંય રોકાઈ નથી જતા. ક્ષણ પણ... કેટલી વાર ? “ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી. કોઈ અન્યભાવ થાય છે. અન્યભાવને વિષે અમારું ચિત્ત, અમારો આત્મા ક્યાંય સ્થિર થાતો નથી. સ્વરૂપને વિષે સ્થિર રહે છે. અમારું જે ચિત્ત તે તો સ્વરૂપને વિષે સ્થિર રહે છે. આ સિવાય અમારું ચિત્ત હવે ક્યાંય સ્થિર રહેતું નથી. મોક્ષ અમને ઘણો નજીક છે. આ નિઃશંક